4થી માર્ચથી ડબલ્યુપીએલનો પ્રારંભઃ પ્રથમ મેચ ગુજરાત-મુંબઈ વચ્ચે થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-03 16:10:39
  • Views : 511
  • Modified Date : 2023-03-03 16:10:39

વુમન્સ પ્રીમિયર લીગનો મસ્કટ સિંહણ છે. આને શક્તિ નામ આપવામાં આવ્યું છે. ગુરુવારે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આને બહાર પાડ્યું હતું. આનો વીડિયો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પહેલીવાર થઈ રહેલા ડબલ્યુપીએલ માટે જોરદાર ઓપનિંગની પણ તૈયારીઓ થઈ ગઈ છે. ઓપનિંગ સેરેમનીમા બોલીવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી પરફોર્મન્સ આપશે. લાઇવ ઇવેન્ટમાં એક્ટ્રેસ બોલીવૂડના સોંગ્સ પર પરફોર્મન્સ આપશે. વુમન્સ પ્રીમિયર લીગ 2023ની પહેલી મેચ 4 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે.

બીસીસીઆઇએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ પણ રિલીઝ કર્યું છે. યે તો બસ શુરુઆત હૈશીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

ટ્વિટર પર આ જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે, વિમેન્સ પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થશે.  ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ સાંજે 5:30 વાગ્યાથી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાશે, જેમાં કિયારા અડવાણી અને કૃતિ સેનન પરફોર્મ કરશે. આ બંનેની સાથે જ પોપ્યુલર સિંગર એપી ઢિલ્લોન પણ પરફોર્મ કરવાનો છે.

ડબલ્યુપીએલ 23 દિવસ સુધી ચાલશે. લીગની શરૂઆત ગુજરાત-મુંબઈ મેચ સાથે થશે. ફાઈનલ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ જ બે સ્ટેડિયમમાં આખી લીગ રમાશે. 5 ટીમ 23 દિવસમાં 22 મેચ રમશે. જેમાં 20 લીગ, એક એલિમિનેટર અને એક ફાઈનલ રમાશે. પહેલી સિઝનમાં ચાર ડબલ હેડર મેચ રમાશે. લીગની પહેલી સિઝનમાં 5 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચુપી વોરિયર્સ સામેલ છે.

Download Our B K News Today App



Related News