મલિંગા બે વાર 4 બોલમાં 4 વિકેટ લેનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 14:14:57
  • Views : 483
  • Modified Date : 2019-09-08 14:14:57

શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી-20માં) 100થી વધુ વિકેટ લેનાર વર્લ્ડનો પહેલો બોલર બન્યો છે. તે ટી-20માં 100 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. ગઈકાલે તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. 2007ના વર્લ્ડકપમાં તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પણ ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી.ટી-20 સીરિઝની અંતિમ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 125 રન કર્યા હતા. જવાબમાં કિવિઝની ટીમ 88 રનમાં ઓલઆઉટ થઇ હતી. લંકાએ 37 રને મેચ જીતી. મલિંગાએ 6 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ તેનું ટી-20માં શ્રેષ્ઠ પ્રદર્શન છે. કિવિઝ 2-1થી સીરિઝ જીત્યું. ઇન્ટરનેશનલ ક્રિકેટની આ 100મી હેટ્રિક હતી.મલિંગાની આ ટી-20માં બીજી હેટ્રિક હતી. તે આવું કરનાર વર્લ્ડનો પ્રથમ બોલર છે. તેમજ મલિંગાની આ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચમી હેટ્રિક હતી. મલિંગાએ ટેસ્ટમાં 101 અને વનડેમાં 338 વિકેટ લીધી છે. આ પહેલા સૌથી વધુ હેટ્રિકનો રેકોર્ડ પાકિસ્તાનના વસીમ અકરમના નામે હતો. તેણે વનડે અને ટેસ્ટમાં બે-બે હેટ્રિક લીધી હતી.બે બોલરે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચાર બોલમાં ચાર વિકેટ લીધી:વનડે: મલિંગા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2007)ટી-20: મલિંગા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (2019)ટી-20: રાશિદ ખાન વિરુદ્ધ આયર્લેન્ડ (2019)મલિંગાની 5 દેશ વિરુદ્ધ 5 હેટ્રિક:વનડે ત્રણ હેટ્રિક 2007: 4 વિકેટ (દક્ષિણ આફ્રિકા) 2011: 3 વિકેટ (કેન્યા)2011: 3 વિકેટ (ઓસ્ટ્રેલિયા)ટી-20માં બે હેટ્રિક:2017: 3 વિકેટ (બાંગ્લાદેશ)2019: 4 વિકેટ (ન્યૂઝીલેન્ડ)ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ શ્રીલંકન બોલર્સની:ટેસ્ટ: મુરલીધરન (800 વિકેટ)વનડે: મુરલીધરન ( 534 વિકેટ)ટી-20: મલિંગા (104 વિકેટ)

Download Our B K News Today App



Related News