ક્રિકેટમાં યુવરાજના નામે છે આ અનોખા વિશ્વ રેકોર્ડ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 12:26:31
  • Views : 520
  • Modified Date : 2019-06-11 12:26:31

ભારતીય ક્રિકેટ ફેન્સના દિલમાં 19 વર્ષ સુધી રાજ કર્યાં બાદ યુવરાજ સિંહે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે પોતાના ક્રિકેટ કરિયરમાં 17 વર્ષ આંતરરાષ્ટ્રીય કરિયરને આપ્યા અને આ દરમિયાન ઘણા એવા કારનારા કર્યા, જે ક્રિકેટ ઈતિહાસમાં મોટા-મોટા દિગ્ગજો પણ કરી શક્યા નથી. યુવરાજ સિંહના નામે એવા ઘણા રેકોર્ડ છે, જેને તોડવા ખુબ મુશ્કેલ છે. ભલે યુવરાજ સિંહના કરિયરમાં ઘણા ચઢાવ-ઉતાર રહ્યાં અને તેણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ આ ભારતીય ખેલાડીની બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગના બધા દીવાના રહ્યાં હતા. જાણીએ યુવરાજ સિંહના તે રેકોર્ડ્સ વિશે, જેને તોડવા ખુબ મુશ્કેલ છે. યુવરાજ સિંહ એકમાત્ર એવો ખેલાડી છે, જેણે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં એક ઓવરમાં છ બોલ પર છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ સિંહે 2007માં રમાયેલા ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમતા ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના છ બોલ પર છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. યુવરાજ સિંહ આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો અને તેનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. યુવરાજ સિંગના તે છગ્ગા જોઈને વિશ્વભરના ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતા. યુવરાજ સિંહે 2007 ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. યુવીએ માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારીને પોતાના ફેન્સને ખુશ કરી દીધા હતા. મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલે પણ 12 બોલ પર અડધી સદી ફટકારી છે. 

Download Our B K News Today App



Related News