વર્લ્ડ નંબર-1 સૂર્યકુમાર યાદવ : પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પછાડીને T20 રેન્કિંગમાં પહેલું સ્થાન મેળવ્યું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-03 13:25:59
  • Views : 364
  • Modified Date : 2022-11-03 13:25:59

    ટીમ ઈન્ડિયાના સ્ટાર સૂર્યકુમાર યાદવ વર્લ્ડના નંબર-1 T20 બેટર બની ગયા છે. તેઓ ICC T20 રેન્કિંગમાં ટોચ પર આવી ગયા છે. સૂર્યાએ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે. બુધવારે જાહેર કરાયેલા રેન્કિંગમાં સૂર્યકુમારને છેલ્લી મેચની અડધી સદીનો ફાયદો મળ્યો અને તેમને 863 પોઇન્ટ મળ્યા છે. આ અડધી સદી સાઉથ આફ્રિકા સામે આવી હતી.પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન 842 પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર છે. બન્ને વચ્ચે હવે 21 રેટિંગ પોઇન્ટ્સનો તફાવત છે. એટલે કે સૂર્યા રિઝવાનથી 21 પોઇન્ટ આગળ છે. ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે 792 પોઇન્ટ સાથે ત્રીજા, પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 780 પોઇન્ટ સાથે ચોથા અને સાઉથ આફ્રિકાનો એડન માર્કરમ 767 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.

 

Download Our B K News Today App



Related News