વર્લ્ડ કપ વિજેતા થનારી ટીમને મળશે આ ઇનામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 16:53:49
  • Views : 548
  • Modified Date : 2019-05-17 16:53:49

ઇંગ્લેન્ડમાં આગામી 30મી મેથ શરૂ થનારા વર્લ્ડ કપ માટે આઈસીસીએ ઈનામની જાહેરાત કરી દીધી છે. જે પણ ટીમ આ વર્લ્ડ કપ જીતશે તેને આઈસીસી દ્વારા 40 લાખ ડૉલરનું ઈનામ મળશે. એટલે કે ભારતીય કરન્સીમાં રૂપિયા 28 કરોડ ચુકવવામાં આવશે. વર્લ્ડ કપના ઇતિહાસમાં વિજેતા ટીમને મળનારી આ સૌથ મોટી પ્રાઇઝ મની છે.46 દિનો સુધી ચાલનારા આ વર્લ્ડ કપમાં હારનારી ટીમને 20 લાખ જૉલર અને સેમીફાઇનલમાં હારનારી ટીમને 8,00,000 ડૉલર આપવામાં આવશે.લીગ મેચમાં વિજેતા થનારી પ્રત્યેક ટીમને 40,000 ડૉલર જ્યારે લીગ સ્તરથી આગળ જનારી ટીમને 1 લાખ ડૉલરનું ઇનામ આપવામાં આવશે.આઈસીસી વર્લ્ડ કપ 2019ની ફાઇનલ ક્રિકેટા મક્કા લોર્ડસ ખાતે રમાશે. સેમીફાઇનલ માંચેસ્ટર અને ઓલ્ડ ટ્રેફર્ડ અને બર્મિગમના એઝબેસ્ટન મેદાન પર રમાશે.

Download Our B K News Today App



Related News