WORLD CUP: સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી સેમિફાઇનલમાં પહોચે આ 4 ટીમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 13:58:35
  • Views : 557
  • Modified Date : 2019-05-15 13:58:35

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની આગેવાનીનો બચાવ કરવાની સાથે તે પણ જણાવ્યું કે તેના પ્રમાણે આગામી વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કઈ હશે. ગાંગુલીએ કહ્યું કે વિરાટ કોહલીની આઈપીએલની આગેવાનીની વિશ્વકપ પર અસર પડશે નહીં. કારણ કે એકદિવસીય કેપ્ટનના રૂપમાં તેનો રેકોર્ડ સારો છે. ગાંગુલીએ કહ્યું કે, કોહલી માટે સૌથી મોટો ફાયદો તે છે કે તેને બે સફળ કેપ્ટનો એમએસ ધોની અને રોહિત શર્માનો સાથ મળશે. આરસીબીની આઈપીએલમાં સતત નિષ્ફળતાથી વિરાટ કોહલીની નેતૃત્વક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. પરંતુ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમની આગેવાની આઈપીએલની આગેવાનીથી સંપૂર્ણ રીતે અલગ છે. ગાંગુલીએ એક કાર્યક્રમની ઇતર પીટીઆઈને કહ્યું, વિરાટ કોહલીની આગેવાનીના રેકોર્ડની તુલના ભારતીય ટીમની આગેવાની સાથે ન કરો. ભારત માટે તેનો રેકોર્ડ ઘણો સારો છે. તેની સાથે રોહિત જેવો વાઇસ કેપ્ટન છે. ધોની ટીમમાં છે. તેથી તેનો સહયોગ મળશે. આ 46 વર્ષીય પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વિશ્વકપમાં હાર્દિક પંડ્યા ભારતીય અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું, હાર્દિક પંડ્યા મહત્વની ભૂમિકા અદા કરશે. તે શાનદાર ફોર્મમાં છે ભારત માટે તે મહત્વપૂર્ણ હશે. ગાંગુલીએ સેમીફાઇનલમાં પહોંચનારી ચાર ટીમોમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાય પાકિસ્તાનને પસંદ કર્યું છે. 

Download Our B K News Today App



Related News