વર્લ્ડકપ બાદ આ 2 દિગ્ગજ છોડી દેશે ટીમ ઇન્ડિયાનો સાથ, જાણો વિગતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 18:32:19
  • Views : 774
  • Modified Date : 2019-07-06 18:32:19

કોઈપણ ટીમની સફળતાની પાછળ માત્ર ખેલાડી જ નથી હોતા, પરંતુ એ લોકો પણ હોયછે તે તેમને શક્તિ પ્રદાન કરતા હોય પછી તે ટ્રેનર હોય કે ડાયટીશિયન હોય કે કોઈ અન્ય હોય. એક બાજુ ખેલાડી નિવૃત્તીની જાહેરાત કરી રહ્યા છે ત્યારે ભારતીય ટીમના ‘સ્ટેન્થ અને કન્ડીશનિંગ’ કોચ શંકર બાસુએ પણ થોડા દિવસ આરામ માટે રજા લીધી છે. તેઓ હવે વેસ્ટઇન્ડિઝ સીરીઝમાં ભારતીય ટીમની સાથે જોવા નહીં મળે.ટીમ ઇન્ડિયાના ફિટનેસ અને કન્ડીશનિંગ કોચ શંકર બસુ અને ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે ક્રિકેટ બોર્ડને જાણ કરી છે કે તે વર્લ્ડકપ બાદ ટીમને પોતાનો સમય આપી નહીં શકે.બસુએ ટીમ મેનેજમેન્ટને એક ટ્રેનર તરીકે જારી ન રાખવાની જાણકારી આપી છે કારણ કે તેને એક બ્રેકની જરૂરિયાત છે. હવે બન્ને વર્લ્ડકપ બાદ વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર ભારતીય ટીમની સાથે નહીં જોવા મળે.ભારતીય ટીમમાં ફિટનેસમાં થયેલ સુધાર માટે આ બન્નેનું મહત્ત્વનું યોગદાન છે. આ એ જ શંકર છે, જેણે વિવાદાસ્પદ યો-યો ટેસ્ટને ફરજિયાત બનાવી છે.

Download Our B K News Today App



Related News