WORLD CUP:ઓસ્ટ્રેલિયાએ વિન્ડીઝને 15 રને હરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 12:19:39
  • Views : 521
  • Modified Date : 2019-06-07 12:19:39

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મી 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 15 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 273 રન બનાવી શક્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે આ વિશ્વકપમાં બીજી મેચ રમી છે જેમાં એકમાં વિજય અને એકમાં તેનો પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાઈ હોપ (68) અને જેસન હોલ્ડર (51)એ અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કૂલ્ટર નાઇલે 92 અને સ્મિથે 73 રન ફટકાર્યા હતા. 

Download Our B K News Today App



Related News