વિશ્વના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ BCCIના 39મા અધ્યક્ષ તરીકે સત્તાવાર રીતે સૌરવ ગાંગુલીની વરણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 12:43:32
  • Views : 458
  • Modified Date : 2019-10-23 12:43:32

પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીની આજે મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે વરણી થઇ છે. તે બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બન્યા છે. તે સાથે જ છેલ્લા 33 મહિનાથી સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)નો પણ અંત આવી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ સચિવ અને અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ ટ્રેઝરર બન્યા છે. તે સિવાય ઉત્તરાખંડના મહિમ વર્મા ઉપાધ્યક્ષ અને કેરળના જયેશ જોર્જ સંયુક્ત સચિવ તરીકે ફરજ નિભાવશે.ગાંગુલી પર બીસીસીઆઈની ઇમેજ સુધારવાની જવાબદારી ગાંગુલીને 2000માં મેચ ફિક્સિંગ સ્કેન્ડલ વખતે ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાન મળી હતી. આ વખતે બીસીસીઆઈ ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે ત્યારે ગાંગુલી પર બીસીસીઆઈની ઇમેજ સુધારવાની જવાબદારી રહેશે. તેમનો કાર્યકાળ જુલાઈ 2020 સુધી રહેશે. નવા નિયમો અનુસાર કોઈ પણ સદસ્ય આ પદ પર 6 વર્ષથી વધુ સમય રહી શકે નહીં. ગાંગુલી છેલ્લા 5 વર્ષ અને 2 મહિનાથી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. તે પછી તેમને 3 વર્ષ માટે કૂલિંગ પીરિયડ પર જવું પડશે. મતલબ કે તેઓ ત્રણ વર્ષ માટે રાજ્ય અથવા બીસીસીઆઈના કોઈ પણ પદ પર રહી શકશે નહીં.ધોનીના ઇન્ટરનેશનલ કરિયરથી લઈને ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ જેવી બાબતો અંગે નિર્ણય લેશે. ગાંગુલી છેલ્લા 5 વર્ષ અને 2 મહિનાથી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. તેઓ બીસીસીઆઈના પ્રેસિડેન્ટ તરીકે આ અનુભવ સાથે કામગીરી કરશે. તેમણે નામાંકન થયું ત્યારે કહ્યું હતું કે, દેશમાં ડોમેસ્ટિક ક્રિકેટ અને ક્રિકેટર્સનું સ્તર સુધારશે. તેમજ આઈસીસીમાં બીસીસીઆઈની પોઝિશનને વધુ મજબૂત કરશે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ (હિતો નો ટકરાવ) ગાંગુલી માટે સૌથી મોટો પડકાર રહેશે, કારણકે ક્રિકેટ એડવાઈઝરી કમિટી અને સિલેક્શન કમિટીમાં ટોચના ક્રિકેટર્સને લાવવા અઘરા રહેશે. તે ઉપરાંત તેઓ મહેન્દ્રસિંહ ધોનીના ઇન્ટરનેશનલ કરિયર, ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ અને ફિક્સ ટેસ્ટ સેન્ટર જેવી મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર નિર્ણય લેશે.કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ ભંગ જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે મંગળવારે સીઓએને ભંગ કરવાનો આદેશ કર્યો હતો. બીસીસીઆઈના સંચાલન માટે ચીફ જસ્ટિસ આરએમ લોઢાના કહેવા પર સુપ્રીમ કોર્ટે 2017માં સીઓએની ગોઠવણ કરી હતી. આગામી થોડા મહિનામાં અમે બધું સરખું કરી દેશું ગાંગુલીએ 14 ઓક્ટોબરના રોજ બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે નામાંકન કર્યા પછી કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષોમાં જે પણ થયું, તે પછી ભારતીય ક્રિકેટ પ્રશાસન માટે આ સમય બહુ મહત્ત્વપૂર્ણ છે. એક એવી ભૂમિકામાં હોવું જ્યાં હું ટીમ સાથે કંઈક અલગ કરી શકું છું, તે સંતોષ આપે છે. અમને આશા છે કે આગામી કેટલાક મહિનામાં અમે બધું સરખું કરી દેશું અને ભારતીય ક્રિકેટને સામાન્ય સ્થિતિમાં લાવી દેશું.

Download Our B K News Today App



Related News