મહિલા ટી-20 મેચઃ ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ સુપર ઓવર સુધી પહોંચી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 18:15:49
  • Views : 166
  • Modified Date : 2022-12-13 18:15:49

મહિલા ટી-20માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. ગત રવિવારે રમાયેલી મહિલા ટી-20માં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટાઇ થઇ હતી અને મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. આ સુપર ઓવરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધી હતી. આમ, ઓસ્ટ્રેલિયાની પ્રથમ હાર થઇ છે. પાંચ મેચની શ્રેણીમાં 1-1 સાથે ભારતે બરાબરી કરી દીધી છે.

સ્મ્રિતિ મંધાના (79 રન) અને રિચા ઘોષ (અણનમ 26 રન)ની મદદથી ભારતે રવિવારે રમાયેલી મહિલા ટી-20ના રોમાંચક મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને સુપર ઓવરમાં હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા બેથ મૂની (અણનમ 82 રન) અને તાહલિયા મેકગ્રાથ (અણનમ 70 રન)ની વિસ્ફોટક અડધી સદીની મદદથી 187 રન બનાવ્યા હતા. ભારતને જીતવા આખરી બોલ પર પાંચ રનની જરૂર હતી, ત્યારે દેવિકા વૈદ્યે ચોગ્ગો ફટકારતાં મેચને સુપર ઓવર સુધી પહોંચાડી હતી.
સ્મૃતિએ સુપર ઓવરમાં પણ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારતાં ભારતને 20 રન સુધી પહોંચાડયું હતુ. કેપ્ટન હરમનપ્રીત કૌરે 21 રન બચાવવાની જવાબદારી રેણુકા સિંહ ઠાકુરને આપી હતી. આ ઓવરના પહેલા જ બોલ પર એલિસા હિલીએ છગ્ગો ફટકાર્યો હતો, પણ ત્યાર બાદના પાંચ બોલમાં ઓસ્ટ્રેલિયા માત્ર 10 રન જ ઉમેરી શક્યું હતુ અને ભારતે સુપર ઓવર જીતી લીધી હતી.
આ વર્ષે મહિલા ટી-20માં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ હાર છે. આ જીત સાથે જ ભારતે પાંચ મેચની સિરીઝ 1-1થી બરાબર કરી લીધી હતી.

Download Our B K News Today App



Related News