Final, Women's T20 Challenge

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:03:25
  • Views : 509
  • Modified Date : 2019-05-12 12:34:45

મહિલા ટી20 ચેલેન્જની રોમાંચક ફાઇનલમાં હરમનપ્રીત કૌરની સુપરનોવાએ મિતાલી રાજની વેલોસિટીને 4 વિકેટથી પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. વેલોસિટીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટની મદદથી 121 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સુપરનોવાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 125 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ ઈનિંગ રમતા 51 રન ફટકાર્યા હતા. 122 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સુપરનોવાએ 9 રનના સ્કોર પર ચમારી અટ્ટાપટ્ટુ (2)ની વિકેટ ગુમાવી દીધી હતી. તે રનઆઉટ થઈ હતી. ત્યારબાદ પ્રિયા પૂનિયા (29) અને જેમિમાહ રોડ્રિગ્સ (22)એ બીજી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 50ને પાર પહોંચ્યો ત્યારે બંન્ને ખેલાડી પેવેલિયન પરત ફરી હતી. પ્રિયા પૂનિયાને દેવિકા વૈદ્યએ સ્ટમ્પ આઉટ કરાવી હતી. જ્યારે જેમિમા કેરનો શિકાર બની હતી.ત્યારબાદ નતાલી સ્કાઇવર (2) અને સોફી ડિવાઇન (3) બંન્ને આઉટ થતાં સુપરનોવાએ 64 રનમાં પાચં વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર (51) રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે 37 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તે ઈનિંગની 20મી ઓવરમાં આઉટ થઈ હતી. અંતિમ ઓવરમાં સુપરનોવાને જીતવા માટે 7 રનની જરૂર હતી. ત્યારે રાધા યાદવે 4 બોલમાં એક ચોગ્ગા સાથે 10 રન બનાવી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.  

Download Our B K News Today App



Related News