ક્રિકેટ બાદ ફિલ્મોમાં નસીબ અજમાવશે ધોની? પહેલા પ્રોજેક્ટમાં વિજય અને મહેશ બાબુ જોવા મળી શકે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-15 17:54:01
  • Views : 232
  • Modified Date : 2022-10-15 17:54:01

    ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જલદી ફિલ્મ મેકિંગમાં હાથ અજમાવશે. ક્રિકેટમાં હાથ અજમાવ્યા બાદ ધોની હવે ફિલ્મ ક્ષેત્રે પણ હાથ અજમાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની પોતાની ફિલ્મોની શરૂઆત સાઉથ ઈન્ડસ્ટ્રીથી કરશે. પોતાના પહેલા જ પ્રોજેક્ટમાં ધોની સાઉથના સુપરસ્ટાર અભિનેતા થલાપથી વિજય અને મહેશ બાબુને સામેલ કરવાની યોજના ધરાવે છે.ધોનીએ ફિલ્મ મેકિંગની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી મેળવવા માટે ખૂબ મોટા પાયે આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની પોતાની પહેલી ફિલ્મમાં સાઉથના મોટા એક્ટર થલાપથી વિજય અને મહેશ બાબુને કાસ્ટ કરવાનો છે. આ ઉપરાંત તે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન અને કન્નડ ઇન્ડસ્ટ્રીના કિચ્છ સુદીપને પણ પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરશે.અગાઉ અટકળો તો એવી પણ લગાવવામાં આવી હતી કે, ધોની પોતાની પહેલી ફિલ્મમાં અભિનેત્રી નયનતારાને કાસ્ટ કરશે પરંતુ પાછળથી આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું. આ પછી આ અંગે ધોનીની આગામી મુલાકાત થલાપથી વિજય સાથેની હતી. બંને વચ્ચે ફિલ્મ મેકિંગની થોડી વાતો થઈ હતી. ધોનીની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર તે થલાપથી વિજયની ફિલ્મમાં કેમિયો કરતો પણ જોવા મળી શકે છે.ધોનીનું એમએસ ધોની એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. આ પ્રોડક્શન હાઉસ અત્યાર સુધીમાં નાના બજેટની ત્રણ ફિલ્મો બનાવી ચૂક્યું છે, 'રોર ઓફ લાયન', 'ધ હિડન હિન્દુ' અને' બ્લેઝ ટુ ગ્લોરી.' પ્રોડક્શન હાઉસનું સંચાલન ધોનીની પત્ની સાક્ષી કરે છે. હાલ તેની નવી ઓફિસ ચેન્નઈમાં બની રહી છે.


Download Our B K News Today App



Related News