પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોને માન્યતા આપવા પર વિચાર કરીશઃ અનુરાગ ઠાકુર

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-20 17:51:03
  • Views : 498
  • Modified Date : 2022-12-20 17:51:03

રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે સોમવારે દૃષ્ટિની ખામી સાથે ત્રીજો ટી -20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનું સન્માન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ દૃષ્ટિહીન ખેલાડીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને માન્યતા આપવા પર વિચાર કરશે.
ભારતીય બ્લાઇન્ડ કેપ્ટન અજય રેડ્ડીએ સન્માનિત થયા બાદ કહ્યું કે, ત્રણ ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ પણ ટીમના ઘણા ખેલાડીઓ આર્થિક સંકટથી ઘેરાયેલા છે.
ત્રણ વર્લ્ડ કપ જીત્યા પછી પણ, ઘણા ખેલાડીઓ આર્થિક સંકટથી ઘેરાયેલા છે. હું એવા ખેલાડીઓને જાણું છું જેઓ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે રમત છોડી રહ્યા છે. આ ટીમમાં ત્રણ ખેલાડીઓ એવા છે કે, જેમણે કુલ મળીને પાંચ વર્લ્ડ કપ જીત્યા છે પણ તેમને અન્ય ખેલાડીઓની જેમ ખેલ રત્ન કે અર્જુન એવોર્ડ જેવા એવોર્ડ એનાયત કરવામાં આવતા નથી. અમે તમને (અનુરાગ ઠાકુરને) વિનંતી કરીએ છીએ કે અમને માન્યતા આપો.
રેડ્ડીની વાત પર ધ્યાન આપતા ઠાકુરે કહ્યું કે,  હું હંમેશા ભારતીય દ્રષ્ટિહીન ટીમના પ્રયત્નોની પ્રશંસા કરું છું અને તેમને એક યા બીજી રીતે મદદ કરવાનો પ્રયત્ન કરું છું. અમારો પ્રયાસ રહેશે કે દૃષ્ટિહીન એસોસિએશન અને એથ્લેટ્સની માંગણીઓ અને સૂચનો પર વિચાર કરવામાં આવે, કારણ કે રમતોને આગળ વધારવાની અમારી જવાબદારી છે. વર્ષ 2012, 2017 અને 2022માં તમે તમારી રમતને રોકાવા દીધી નહતી અને સતત ત્રણ વર્લ્ડ કપ જીત્યા હતા. તમે તમારી ગતિ ચાલુ રાખો અને ચોથો ટી -૨૦ વર્લ્ડ કપ પણ ઘરે લાવો.

Download Our B K News Today App



Related News