કેએલ રાહુલ પર ટીમ મેનેજમેન્ટ આટલુ બધુ મહેરબાન કેમ? ટી20 વર્લ્ડ કપનો સૌથી મોટો ફ્રોડ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-31 14:54:55
  • Views : 343
  • Modified Date : 2022-10-31 14:54:55

    ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓપનર કેએલ રાહુલની બેટીંગ ટી20 વર્લ્ડ કપમાં શાંત થઇ ગઇ છે. રાહુલ હાલની વિશ્વ કપની ત્રણ ઈનિંગમાં સતત ફ્લોપ રહ્યો છે. હવે ટીમમાં તેમની જગ્યાને લઇને સવાલ ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ કેએલ રાહુલને ખૂબ ખરીખોટી સંભળાવી રહ્યાં છે. યુઝર્સનુ કહેવુ છે કે જ્યારે અક્ષર પટેલની જગ્યાએ દીપક હુડ્ડાને તક મળી શકે છે તો કેએલ રાહુલની જગ્યાએ રિષભ પંતને કેમ નહીં? ભારતે ટી20 વિશ્વ કપમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે જીત મેળવવામાં ભારતીય ટીમ સફળ રહી છે, પરંતુ સાઉથ આફ્રિકા સામે તેને પરાજય મળ્યો છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં કેએલ રાહુલે 14 બોલમાં 9 રન બનાવ્યાં. ફાસ્ટ બોલર એન્ગિડીની બોલિંગમાં એડેન માર્કરમેએ કેચ કરતા રાહુલ પેવેલિયન આવી ગયા. પાકિસ્તાન સામે કેએલ રાહુલે 8 બોલમાં ચાર રન બનાવ્યાં હતા. જ્યારે નેધરલેન્ડ્સ સામે 12 બોલમાં 9 રન બનાવીને આઉટ થયા હતા. એવુ નથી કે રાહુલ ટી20 વિશ્વ કપમાં ફ્લોપ રહ્યાં હોય પરંતુ તેની પહેલા પણ તેની ધીમી ઈનિંગ રમવાને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યાં હતા. હવે તો લોકોની ધીરજ પણ જવાબ આપી રહી છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ તેમને ટીમમાંથી બહાર કરવાની માંગ કરી રહ્યાં છે. 

Download Our B K News Today App



Related News