આરોન ફિંચ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ નો કેપ્ટન કોણ?

  • Published By :
  • Published Date : 2022-09-14 16:42:05
  • Views : 279
  • Modified Date : 2022-09-14 16:42:05

ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન એરોન ફિન્ચે તાજેતરમાં જ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આ પછી તેમના વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે. આમાં એક મોટું નામ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ નું છે. કમિન્સે ટેસ્ટમાં ટીમની સારી કેપ્ટનશીપ કરી છે અને તેના નેતૃત્વમાં ટીમે સફળતા હાંસલ કરી છે. પરંતુ કમિન્સે હવે લિમિટેડ ઓવરમાં કેપ્ટનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. કમિન્સે કહ્યું છે કે તેના માટે દરેક ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવી શક્ય નથી. જો કે ફિન્ચ ઓસ્ટ્રેલિયામાં જ આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ કરતો જોવા મળશે, પરંતુ એવી શક્યતાઓ છે કે તે આ વર્લ્ડ કપ પછી T20ને પણ અલવિદા કહી દે. આવી સ્થિતિમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એવા ખેલાડીને કેપ્ટન્સી આપવા આતુર છે જે ત્રણેય કે બંને ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરી શકે. કમિન્સ ઉપરાંત એલેક્સ કેરી, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, કમિન્સનું નામ સુકાની પદના દાવેદારોમાં આગળ છે. જ્યારે કમિન્સને મર્યાદિત ઓવરોની ODI ટીમની કેપ્ટનશીપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “મને લાગે છે કે જો તમે દરેક ફોર્મેટમાં અને દરેક મેચમાં કેપ્ટન્સી કરો તો તે શક્ય નથી. ખાસ કરીને ફાસ્ટ બોલર તરીકે. મને લાગે છે કે તમારે આરામ કરવા માટે સમયની જરૂર પડશે. પરંતુ મને લાગે છે કે તમે તેને મેનેજ કરી શકો છો. તે એવી વસ્તુ નથી જેના વિશે મેં વિચાર્યું નથી. હું ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરીને ખુશ છું. મને નથી લાગતું કે તેણે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી જોઈએ.

Download Our B K News Today App



Related News