મુંબઈ ઈન્ડિયન્સનું હવે શું થશે?:IPLમાં 5 વખતના ચેમ્પિયનને સતત 7મી હાર મળી, શું હવે મુંબઈની ટીમ બહાર થઈ ગઈ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-22 12:39:14
  • Views : 366
  • Modified Date : 2022-04-22 12:41:18

મુંબઈ ઈન્ડિયન્સનું હવે શું થશે?:IPLમાં 5 વખતના ચેમ્પિયનને સતત 7મી હાર મળી, શું હવે મુંબઈની ટીમ બહાર થઈ ગઈ?

 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને જે ડર હતો આખરે એ જ થયું. ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં રોહિત શર્માની ટીમનો આ સતત સાતમો પરાજય હતો. આ હાર પછી શું હવે ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પૂરું થશે કે કેમ, આ સવાલ દરેકના મનમાં છે.

સૌથી વધુ પાંચ વખત IPL જીતનાર મુંબઈના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. તે ટૂર્નામેન્ટની કોઈપણ સીઝનમાં પ્રથમ સાત મેચ એટલે કે અડધી સીઝનની મેચ હારનારી ટીમ બની ગઈ. ગુરુવારે ચેન્નઈ સામે બેટિંગ કરતાં ટીમે ટોસ હાર્યા બાદ 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર ફિનિશિંગના બદલામાં ચેન્નઈએ 3 વિકેટે જીત મેળવી હતી. ચેન્નઈની સાત મેચોમાં આ બીજી જીત રહી હતી.

હવે મુંબઈનું શું થશે
આ વખતે ભલે ટૂર્નામેન્ટમાં 8ને બદલે 10 ટીમ રમી રહી હોય, પરંતુ દરેક સીઝનની જેમ આ વખતે પણ એક ટીમના હિસ્સામાં માત્ર 14 મેચ જ રહેશે. IPLમાં કોઈપણ જે ટીમ એક સીઝનમાં 8 મેચ જીતે છે તેના 16 પોઈન્ટ હોય છે અને પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. આ હિસાબે હવે જો મુંબઈ પાસે તેની 7 મેચ બાકી છે, જો તે જીતી જાય તોપણ તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. -0.892 નેટ રન રેટ સાથે, ટીમ હાલમાં તળિયે 10મા સ્થાન પર છે, તેથી તે આ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ જ ગઈ છે.

કઈ ટીમો સામે મેચ યોજાશે?
મુંબઈ સિવાય ટૂર્નામેન્ટમાં 9 ટીમ છે, જેમાંથી તેણે 7 ટીમ સામે તેણે મેચ રમવાની છે. રોહિતની ટીમને હવે ક્રમશ: લખનઉ, રાજસ્થાન, ગુજરાત, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ અને દિલ્હીની ટીમ સાથે રમવાનું છે. પંજાબ અને બેંગલોર જ એવી બે ટીમ હશે, જેની સાથે મુંબઈએ રમવાનું નથી.

મુંબઈની સાત મેચ પર નજર કરીએ-

પ્રથમ મેચ: દિલ્હી સામે હતી. જેમાં દિલ્હીએ 4 વિકેટે મેચ જીતી લીધી હતી. મુંબઈએ 5 વિકેટે 177 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં દિલ્હીએ છ વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

બીજી મેચ: રાજસ્થાન સામે હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 8 વિકેટના નુકસાને 193 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 8 વિકેટના નુકસાને 170 રન બનાવી શકી. રાજસ્થાને મેચ 23 રને જીતી લીધી હતી.

ત્રીજી મેચ : કોલકાતા સામેની મેચમાં મુંબઈનો 5 વિકેટે પરાજય થયો હતો. મુંબઈએ 6 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 5 વિકેટના નુકસાને વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો.

ચોથી મેચ: બેંગ્લોર સામેની મેચમાં મુંબઈનો 7 વિકેટે પરાજય થયો હતો.

પાંચમી મેચ: પંજાબ સામેની મેચમાં મુંબઈનો 12 રને પરાજય થયો હતો. પંજાબે પાંચ વિકેટના નુકસાને 198 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 9 વિકેટના નુકસાને 186 રન બનાવી શકી.

છઠ્ઠી મેચ: લખનઉ સામે મુંબઈનો 18 રને પરાજય થયો હતો.

 

 

Download Our B K News Today App



Related News