વેસ્ટ ઇંડીએસ ક્રિકેટર ક્રિસ ગેલ અચાનક રોષે ભરાયો,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 12:34:23
  • Views : 535
  • Modified Date : 2019-11-05 12:34:23

વેસ્ટ ઇન્ડીઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ મેદાન પર બેટિંગ સમયે તેના વિસ્ફોટક અંદાજ માટે જાણીતો છે. પરંતુ સામાન્ય જીવનમાં  શાંત વ્યક્તિ તરીકે ઓળખાય છે. પરંતુ તાજેતરમાં એક મુસાફરી દરમિયાન તે રોષે ભરાયો હતો. આમ  ક્રિસ ગેલ પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતા તેમને બિઝનેસ ક્લાસમાં બેસવાની મંજૂરી આપવામાં આવી નહોતી.તે  ઉપરાંત ગેલને  ક્લાસની કન્ફર્મ ટિકિટ હોવા થતા ઇકોનોમી ક્લાસમાં બેસવાનું કહેવામાં આવતા તે એરલાઇન કંપની પર ગુસ્સો કરતા ક્રિેસ ગેલે લખ્યું હતું કે,‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મારી પાસે ફ્લાઇટની કન્ફર્મ ટિકિટ હોવા  છતાં મને કહેવામાં આવ્યું કે મારી પાસે બુકિંગ નથી. ઉપરાંત એરલાઇન્સે મને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાનું કહ્યું. જ્યારે મારી પાસે બિઝનેસ ક્લાસની કન્ફર્મ ટિકિટ હતી. હવે મારે બીજી ફ્લાઇટમાં મુસાફરી કરવી પડશે. જે  ખોટું હોવાની સાથે એક ખરાબ અનુભવ માનવામાં આવે છે. 

Download Our B K News Today App



Related News