વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝ માટે ભારતીય ટીમની આવતીકાલે પસંદગી કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 14:43:41
  • Views : 507
  • Modified Date : 2019-11-20 14:43:41

એમ.એસ.કે પ્રસાદના નેતૃત્વમાં સિલેક્શન કમિટી કોલકાતા ખાતે આવતીકાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 T-20 અને વનડે સીરિઝ માટે ટીમ પસંદગી કરશે. જેમાં પ્રસાદના નેતૃત્વવાળી કમિટીનું આ સિલેક્ટર્સ તરીકે અંતિમ સિલેક્શન હોય તેવું લગભગ નક્કી લાગી રહ્યું છે. જેમાં બી.સી.સી.આઈ.ની .વાર્ષિક જનરલ મિટિંગ 1 ડિસેમ્બરના રોજ થવાની છે.જેમાં એક નવી સિલેક્શન કમિટી જલ્દી જોવા મળી શકે તેમ છે. આમ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ T-20 આગામી તારીખ 6, 8 અને 11 નવેમ્બરના રોજ મુંબઈ, થિરુવનંથપુરમ અને હૈદરાબાદમાં રમાશે. આમ જો  ત્રણ વનડેની વાત કરવામાં આવે તો તે મેચો ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ અને કટક ખાતે આગામી તારીખ 15, 18 અને 22 નવેમ્બરના રોજ રમાશે.આમ આ સિરીજમા રોહિતશર્માને આરામ આપવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે.આમ બાંગ્લાદેશ સામેની ટી-20માં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને રોહિતે ટીમની કપ્તાની કરી હતી. જેમાં બી.સી.સી.આઈ.ના એક સદસ્યે કહ્યું કે રોહિત સાથે વાત કરશે અને ત્યારબાદ તેને આરામ આપવો કે નહીં તે નિર્ણય લેશે." જો રોહિત શર્માને આરામ આપવામાં આવે તો મયંક અગ્રવાલને તેની જગ્યાએ તક મળી શકે છે.

Download Our B K News Today App



Related News