દક્ષિણ આફ્રિકા સામે વોર્નરની ડબલ સેન્ચુરી, ઓસ્ટ્રેલિયા ત્રણ વિકેટે 386 રન

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-28 17:48:15
  • Views : 455
  • Modified Date : 2022-12-28 17:48:15

ડેવિડ વોર્નર (200) અને સ્ટીવન સ્મિથ (85)ની જોડીએ 139 રનની મહત્વની ભાગીદારી કરતાં ઓસ્ટ્રેલિયાએ મંગળવારે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે તેની પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટે 386 રન કર્યા હતા.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરની દિવસની રમતના અંતે ટ્રેવિસ હેડ 48 રન સાથે ક્રિઝ પર હતો અને એલેક્સ કારેયે નવ રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકાએ તેની પ્રથમ ઈનિંગમાં 189 રન ફટકાર્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 197 રનની લીડ હાંસલ કરી લીધી છે. જોકે તેમના બે બેટ્સમેનો વોર્નર અને કેમરૂન ગ્રીન (6) પ્રથમ ઈનિંગમાં રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયનમાં પાછા ફર્યા છે.
વોર્નરે આજે બેવડી સદી ફટકારીને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. જોકે આ સદી માટે તેને લાંબો સમય રાહ જોવી પડી હતી, જે અંગે તેના ફોર્મ અંગે સવાલો ઉભા થયા હતા. વોર્નર આ સદી સાથે તેની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ઈંગ્લેન્ડનો જો રૂટ એકમાત્ર એવો ખેલાડી હતો જેણે આ કારનામું કર્યું હતું.

વોર્નરે સ્મિથની સાથે મળીને 16 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 254 બોલમાં ધમાકેદાર ઈનિંગ રમીને બેવડી સદી પુરી કરી હતી. જ્યારે સામા છેડે સ્મિથે તેની 85 રનની ઈનિંગમાં નવ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. સ્મિથના આઉટ થયાના થોડા સમય બાદ વોર્નર રિટાયર્ડ હર્ટ થયો હતો અને પેવેલિયનમાં પાછો ફર્યો.

Download Our B K News Today App



Related News