લેજન્ડરી બેટ્સમેન તેંડુલકર કરતાં પણ કોહલી ચઢિયાતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-11 10:34:50
  • Views : 468
  • Modified Date : 2019-05-11 10:34:50

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને આઇસીસી વર્લ્ડકપ -૨૦૧૯ના બ્રાન્ડ એમ્બેસેડર એન્ડ્રુ ફ્લિન્ટોફે ભારતીય ટીમના કેપ્ટન કોહલીના ભારોભાર વખાણ કરતાં કહ્યું હતુ કે, કોહલી લેજન્ડરી સુપરસ્ટાર તેંડુલકર કરતાં પણ કોહલી ચઢિયાતો બેટ્સમેન છે. ફ્લિન્ટોફે આ અંગે જણાવ્યું હતુ કે, એક તબક્કે તો હું વિચારતો હતો કે, તેંડુલકર એટલો મહાન ખેલાડી છે કે, તેની તુલના અન્ય કોઈની સાથે થાય તેની શક્યતા જ નથી. જોકે લોકો હવે તેની તુલના કોહલી સાથે કરી રહ્યા છે, જે કોહલીની મહાનતાનું પ્રમાણ છે.ફ્લિન્ટોફે તો કોહલીએ ક્રિકેટના ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો. ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડરને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે,નિખાલસતાથી કહું તો કોહલી સંભવતઃ ક્રિકેટના ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. કદાચ સચિન તેંડુલકર કરતાં પણ ચઢિયાતો છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહતુ કે, કોઈ ખેલાડી એવો પણ આવશે કે જેની તુલના સચિનની સાથે થશે.તેણે ઊમેર્યું કે, મને પણ કોહલીની ઈનિંગ જોવી ખુબ જ ગમે છે. આશા રાખીએ કે, આગામી વર્લ્ડકપમાં તેની ઝંઝાવાતી બેટીંગ જોવા મળે.યજમાન ઈંગ્લેન્ડની સાથે ભારત અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ ગણાવતા ફ્લિન્ટોફે ઊમેર્યું કે, હોમ એડવાન્ટેજને નજરઅંદાજ ન કરી શકાય. ઈંગ્લેન્ડની ટીમ ઘણી મજબુત છે અને હોમગ્રાઉન્ડ પર રમાઈ રહેલા વર્લ્ડકપનો ફાયદો તેમને મળશે તે નક્કી છે. ભારતની દાવેદારીને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ભારત પાસે દિગ્ગજ ખેલાડીઓ છે, તેમજ યુવા પ્રતિભાઓ પણ ભરપૂર છે. ભારત આગામી વર્લ્ડકપમાં ઝંઝાવાત જગાવી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ મુશ્કેલીમાં જણાઈ રહી છે, પણ તેને ક્યારેય નજરઅંદાજ કરી ન શકાય.કોહલીએ અત્યાર સુધી ૬૬ સદી ફટકારી છે અને ૨૪,૦૦૦ થી વધુ રન ફટકાર્યા નથી. આમ છતાં તે તેંડુલકરની ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી અને ૩૩,૦૦૦થી વધુ રન કરતાં ક્યાંય પાછળ છે. આમ છતાં કોહલીની સામે હજુ લાંબી કારકિર્દી પડી છે. તેની રનની ગતિ જોતા આગામી દિવસોમાં તે તેંડુલકરથી આગળ નીકળી જાય તો નવાઈ નહી. ૩૦ વર્ષની ઉંમરે બંને દિગ્ગજોની તુલના કરીએ તો કોહલી તેંડુલકર કરતાં ચઢિયાતો સાબિત થાય છે. વન ડેના રનચેઝમાં કોહલીએ ૮૪ મેચોમાં ૨૧ સદી ફટકારવાની સાથે ૫,૦૦૦થી વધુ રન ફટકાર્યા છે. જ્યારે તેંડુલકરે રનચેઝની ૧૨૭ વન ડેમાં ૧૪ સદી ફટકારી હતી અને તેના રન ૫,૦૦૦થી વધુ હતા. નોંધપાત્ર છે કે, તેંડુલકરે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ મેળવ્યાના આશરે છ વર્ષ બાદ ઈનિંગ્સનો પ્રારંભ કરવાની શરુઆત કરી હતી. 

Download Our B K News Today App



Related News