સચિન-ધોનીની ક્લબમાં વિરાટ કોહલી સામેલ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 17:45:57
  • Views : 512
  • Modified Date : 2023-03-02 17:45:57

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ મેદાન પર ઉતરતાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ મામલામાં કોહલી મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકરની ક્લબમાં જોડાઈ ગયો હતો.

વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટને જોડીને ઘરઆંગણે 200 મેચ રમનાર ભારતનો ત્રીજો અને વિશ્વનો 13મો ખેલાડી બન્યો હતો. આ પહેલા ભારત તરફથી સચિને ઘરઆંગણે ટેસ્ટ, વનડે અને ટી-20 સહિત 258 મેચ રમી હતી. આ ઉપરાંત ભારતના પૂર્વ કેપ્ટન ધોનીએ ઘર આંગણે ત્રણેય ફોર્મેટ સહિત 202 મેચ રમી હતી. વિશ્વમાં ઘર આંગણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર એલન બોર્ડરના નામે છે.

બોર્ડરે ઘરઆંગણે 263 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે 9811 રન બનાવ્યા છે. ભારતના તેંડુલકર આ યાદીમાં બીજા નંબર પર છે. તેંડુલકરે 258 ઘર આંગણાની મેચોમાં 14192 રન બનાવ્યા છે. શ્રીલંકાના મહેલા જયવર્દને અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ ઘર આંગણે 249-249 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. જયવર્દનેએ 249 મેચમાં 11679 અને પોન્ટિંગે 13117 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વોએ ઘર આંગણે 242 મેચમાં 8875 રન બનાવ્યા છે.

Download Our B K News Today App



Related News