વિરાટ કોહલીની ગેરહાજરીમાં મારુ કામ ભારતીય ટીમને આગળ લઇ જવાનું છે: રોહિત શર્મા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 16:05:33
  • Views : 433
  • Modified Date : 2019-11-02 16:05:33

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20ની પૂર્વસંધ્યાએ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, મારુ કામ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમને આગળ લઇ જવાનું છે. હું નિયમિત કપ્તાન નથી, હું માત્ર વિરાટ હેઠળ ટીમે જે લય મેળવી છે તેને જાળવી રાખવાનું કામ કરીશ. આની પહેલા પણ મને જ્યારે કપ્તાની મળી હતી ત્યારે મારો ધ્યેય વિરાટે ટીમ માટે જે પણ કર્યું તે મોમેન્ટમ કાયમ રાખવાનો હતો. રોહિતે કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ સીરિઝમાં સંજુ સેમસન અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓને તક આપશે.સંજુ છેલ્લા કેટલાક વર્ષોથી સારું પ્રદર્શન કરતો આવ્યો છે. રોહિતે કહ્યું કે, સંજુ છેલ્લા કેટલાક વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં સારું પ્રદર્શન કરતો આવ્યો છે. જ્યારે શિવમે છેલ્લા એક વર્ષમાં સારું પ્રદર્શન કરીને નામ બનાવ્યું છે. તે બંનેમાં પ્રતિભાની કોઈ કમી નથી. તેમણે આ વખતે પણ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. અમે પિચ અને પરિસ્થિતિ જોઈશું. ત્રણ સ્પિનર્સ રમાડવા કે ત્રણ ફાસ્ટ બોલર્સ તેના પરથી નક્કી થશે કે તેમને જગ્યા મળે છે નહીં. તેનો નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે. યુવા ખેલાડીઓએ સમજવું પડશે કે તેઓ મળેલી તકનો ફાયદો ઉઠાવે તે જરૂરી છે. આઇપીએલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ જુદી વસ્તુ છે. ત્યાં તેઓ પોતાની ફ્રેન્ચાઈઝ માટે ઉપરના ક્રમે બેટિંગ કરતાં હશે પણ અહીંયા ટીમની જરૂર પ્રમાણે રમવું પડશે અને લિમિટેડ મેચોમાં પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન સિમેન્ટ કરવું પડશે.ટાર્ગેટ સેટ કરવા પર ધ્યાન આપીશું. અમે કેટલાક આંકડા જોયા હતા અને એ સામે આવ્યું છે ચેઝ કરતી વખતે અમે ઘરઆંગણે અને વિદેશમાં પણ સારો દેખાવ કર્યો છે. જોકે ડિફેન્ડ કરતી વખતે અને વધુ સ્પષ્ટ રીતે કહું તો પહેલા બેટિંગ કરતા ટાર્ગેટ સેટ કરવામાં અમારું પ્રદર્શન સાધારણ રહ્યું છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. તેથી જ અમે દક્ષિણ આફ્રિકા સામેની બેંગ્લુરુ ખાતેની ટી-20માં પિચ પડકારજનક હોવા છતાં પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. અમે આ દિશામાં આગળ કામ કરી રહ્યા છીએ.ઋષભ પંત ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર ટી-20 ફોર્મેટથી જ પંત લાઈમલાઈટમાં આવ્યો હતો. આ તેનું ફોર્મેટ છે અને અમે તેને સારો દેખાવ કરવા બેક કરતાં રહીશુ. આપણને ખબર છે કે એકવાર સેટ થયા ગયા પછી તે એકલા હાથે મેચનું રૂપ ફેરવવા સક્ષમ છે. તે હજી સુધી 10થી15 ટી-20 રમ્યો છે અને કોઈએ તેને જજ ન કરવો જોઈએ. તેની પાસે સમય છે. તે અમારો ફર્સ્ટ ચોઈસ કીપર છે અને અમને આશા છે કે તે બેટ વડે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે.બાંગ્લાદેશ એક સારી ટીમ છે. આપણે બધાએ જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશે પોતાના પ્રદર્શનમાં જોરદાર સુધારો કર્યો છે. ખાલી પોતાના ઘરઆંગણે નહીં તેમણે બહાર પણ સારો દેખાવ કર્યો છે. તેઓ અમને હંમેશા દબાણમાં લાવ્યા છે, અમે આ ટીમને હળવાશથી નહીં લઈએ. હું સમજુ છું કે તેમના બે મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ શાકિબ અલ હસન અને તમીમ ઇકબાલ નથી રમ્યા રહ્યા તેમ છતાં તેઓ પડકાર આપવા સક્ષમ છે. તેમજ પોતાના દિવસે કોઈપણ ટીમને હરાવી શકે છે. જોકે એક ટીમ તરીકે અમે વિરોધી ટીમ કરતા પોતાના પર વધુ ફોકસ કરવામાં માનીએ છીએ.રેન્કિંગમાં સુધારો કરવો છે. ઓસ્ટ્રેલિયાના ટી-20 વર્લ્ડ કપ પહેલા અમે રમતના દરેક પાસામાં મજબૂત બનીશુ અને તે માટે નવા ખેલાડીઓને વિવિધ ડિપાર્ટમેન્ટમાં તક મળી રહી છે. જોકે તે સાથે અમે મેચો પણ જીતવા માગીએ છીએ. અત્યારે અમે ટી-20 રેન્કિંગમાં પાંચમા સ્થાને છીએ, અમે ત્રણેય ફોર્મેટમાં પ્રથમ સ્થાને પહોંચવા માગીએ છીએ.

Download Our B K News Today App



Related News