વિરાટ કોહલી 936 પોઇન્ટ સાથે બીજા સ્થાને, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથથી 1 પોઇન્ટ દૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-14 17:24:39
  • Views : 454
  • Modified Date : 2019-10-14 17:24:39

ભારતીય કપ્તાન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં 936 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. તે વર્લ્ડ નંબર 1 બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ કરતાં માત્ર 1 પોઇન્ટ પાછળ છે. સ્મિથના 937 પોઈન્ટ્સ છે. દ. આફ્રિકા સામેની સીરિઝ પહેલા સ્મિથ અને કોહલી વચ્ચેનું અંતર 34 પોઇન્ટનું હતું. પુણેમાં અણનમ 254 રનની ઇનિંગ્સ રમ્યા પછી કોહલીને પોઈન્ટ્સમાં સારો ફાયદો થયો છે. ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે સારું પ્રદર્શન તેને વર્લ્ડ નંબર 1 બેટ્સમેન બનાવી શકે છે.જાડેજા વર્લ્ડ નંબર 2 ઓલરાઉન્ડર, બોલર્સ રેન્કિંગમાં ટોપ-10ની બહાર થયો.કોહલી સિવાય બેટ્સમેન રેન્કિંગમાં ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ટોપ-10માં છે. પુજારા 817 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે, જ્યારે રહાણે 721 પોઈન્ટ્સ સાથે નવમા સ્થાને છે. બોલર્સ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ 818 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને યથાવત છે. તેના સિવાય રવિચંદ્રન અશ્વિન 792 પોઈન્ટ્સ સાથે સાતમા સ્થાને છે. રવિન્દ્ર જાડેજાને નુકસાન થયું છે. તે 753 પોઈન્ટ્સ સાથે 14મા સ્થાને છે. જોકે તે ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજા સ્થાને છે. અશ્વિનને ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ ફાયદો થયો હોવાથી તે દ. આફ્રિકાના વર્નોન ફિલેન્ડરને પાછળ છોડીને પાંચમા સ્થાને આવી ગયો છે.ટેસ્ટમાં ટોપ-5 બેટ્સમેન:

ક્રમખેલાડીદેશપોઈન્ટ્સ
1સ્ટીવ સ્મિથઓસ્ટ્રેલિયા937
2વિરાટ કોહલીભારત936
3કેન વિલિયમ્સનન્યૂઝીલેન્ડ878
4ચેતેશ્વર પુજારાભારત817
5હેનરી નિકોલસન્યૂઝીલેન્ડ749

ટોપ-5 બોલર્સ:

ક્રમખેલાડીદેશપોઈન્ટ્સ
1પેટ કમિન્સઓસ્ટ્રેલિયા908
2કગીસો રબાડાદક્ષિણ આફ્રિકા835
3જસપ્રીત બુમરાહભારત818
4જેસન હોલ્ડરવેસ્ટ ઇન્ડિઝ814
5જેમ્સ એન્ડરસનઇંગ્લેન્ડ798

ટોપ-5 ઓલરાઉન્ડર્સ:

ક્રમખેલાડીદેશપોઈન્ટ્સ
1જેસન હોલ્ડરવેસ્ટ ઇન્ડિઝ472
2રવિન્દ્ર જાડેજાભારત414
3શાકિબ અલ હસનબાંગ્લાદેશ397
4બેન સ્ટોક્સઇંગ્લેન્ડ387
5રવિચંદ્રન અશ્વિનભારત328

Download Our B K News Today App



Related News