લંચ બ્રેક પહેલાંના છેલ્લેથી બીજા બોલમાં અજિંક્ય રહાણે જેમ્સ એન્ડરસનનો શિકાર, ભારત 80/4.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-05 11:44:02
  • Views : 319
  • Modified Date : 2021-03-05 11:44:02

ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે 4 ટેસ્ટની સિરિઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજા દિવસે ભારતે 40 રને બીજી વિકેટ ગુમાવી દીધી છે. હાલ રોહિત શર્મા ક્રીઝ પર છે. લિચની બોલિંગમાં ભારતની બીજી વિકેટ પડી છે. ચેતેશ્વર પૂજારા 17 રને લિચની બોલિંગમાં LBW થયો છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 205 રન બનાવ્યા છે. ભારતને વધુ એક ઝટકો મળ્યો છે. વિરાટ કોહલી શૂન્ય રને બેન સ્ટોક્સનો શિકર બન્યો છે. લંચ બ્રેક પહેલાંના છેલ્લેથી બીજા બોલમાં અજિંક્ય રહાણે જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યા છે. ભારતે 4 વિકેટે 80 રન બનાવ્યા છે.

  • - બીજા દિવસની રમત શરૂ: રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર, ભારત ઇંગ્લેન્ડથી 170+ રન પાછળ.
  • - એન્ડરસને પ્રથમ ઓવર 6-3ની ફિલ્ડ પ્લેસેમેન્ટ સાથે નાખી. ફાઇન લેગ પર એક ફિલ્ડર, બાકી બધા સર્કલની અંદર.
  • - રિલાયન્સ પેવેલિયન એન્ડથી બેન સ્ટોક્સ બોલિંગની શરૂઆત કરી રહ્યો છે.
  • - પૂજારાનું પિચ પર મેડિટેશન શરૂ. ફોર્થ-ફિફ્થ લાઈનના અને તેની બહાર બોલને ખૂબ જ પ્રેમથી લીવ કરી રહ્યો છે.
  • - દિવસની પહેલી ફોર. સ્ટોક્સે નાખેલા ફુલટોસને રોહિતે સ્વીપર કવર પર 4 રન માટે મોકલી દીધો.
  • - Bભારતની બીજી વિકેટ પડી, ચેતેશ્વર પૂજારા 17 રને લિચની બોલિંગમાં LBW થયો.
  • - વિરાટ કોહલી શૂન્ય રને બેન સ્ટોક્સનો શિકાર થયો, 41 રનમાં 3 વિકેટ.
  • - સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ઇન્ડિયન કપ્તાન ધોની (8 વાર)ની બરાબરી કરી ટેસ્ટમાં
  • - બેન સ્ટોક્સે ટેસ્ટમાં સૌથી વધુ વાર કોઈ બેટ્સમેનને આઉટ કર્યો હોય તો તે વિરાટ કોહલી છે. 5 વાર.
  • - બીજા દિવસે બોલ બહુ જ બાઉન્સ થઈ રહ્યો છે.
  • - સ્પિનર જેક લિચના બોલને ઇંગ્લિશ વિકેટકીપર બેન ફોકસ ગળા ઉપરથી પકડી રહ્યો છે. એટલો બધો બાઉન્સ અને કેરી.
  • - ભારતના 50 રન પૂરા.
  • - લંચ બ્રેક પહેલાંના છેલ્લેથી બીજા બોલમાં અજિંક્ય રહાણે જેમ્સ એન્ડરસનનો શિકાર, ભારત 80/4
  • - બીજા દિવસના પ્રથમ સેશનમાં ઇંગ્લેન્ડનો દબદબો, ભારતે 56 રન કર્યા અને 3 વિકેટ ગુમાવી.
  •     કોહલીની સેન્ચુરીની રાહ છેલ્લા 15 મહિનાથી ફેન્સ જોઈ રહ્યાં છે. કોહલીએ છેલ્લી સેન્ચુરી નવેમ્બર 2019માં બાંગ્લાદેશની સામે ફટકારી હતી. જો કોહલી આ મેચમાં સેન્ચુરી ફટકારે છે, તો તેઓ પોન્ટિંગ સહિત વિશ્વના તમામ કેપ્ટનોને પાછળ છોડી દેશે. તેઓ કેપ્ટન તરીકે સૌથી વધુ 42 સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન બની જશે.
  •     ભારતીય ઇનિંગ્સના ત્રીજા જ બોલે જેમ્સ એન્ડરસને શુભમન ગિલને વિકેટ આગળ પલ્મ્બ LBW કર્યો હતો. ગિલે રિવ્યૂ લીધો. રિપ્લેમાં સ્પષ્ટ થયું કે બોલ પીચિંગ અને ઇમ્પેક્ટ ઇન લાઈન હતી. જ્યારે વિકેટ્સ હિટિંગ અમ્પાયર્સ કોલ હતો. ભારતે રિવ્યૂ તો ન ગુમાવ્યો પરંતુ ગિલે ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરવું પડ્યું.અક્ષર પટેલની બોલિંગમાં ડેનિયલ લોરેન્સે પ્લેસ કર્યો અને બોલ શોર્ટ લેગ પર ઉભેલા શુભમન ગિલના શૂઝને અડીને ડિફલેક્ટ થઈને પંત પાસે ગયો, જેણે સરળ કેચ કર્યો. જોકે, રિપ્લેમાં સ્પષ્ટ થયું કે શુભમન ગિલના શૂઝને અડયા પહેલાં બોલ જમીન પર અડયો હતો. ડેન લોરેન્સ અક્ષર પટેલની બોલિંગમાં 46 રને ઋષભ પંત દ્વારા સ્ટમ્પ થયો. લોરેન્સને આઉટ કરીને અક્ષરે ઇનિંગ્સમાં ત્રીજી વિકેટ ઝડપી છે.

  •     ડોમ બેસ અક્ષરની બોલિંગમાં બોલને ડિફેન્ડ કરવા જતા માત્ર બોલ અને પેડનું સંગમ કરાવી શક્યો હતો. તે 3 રને LBW થઈને પેવેલિયન ભેગો ફર્યો. તેણે લીધેલા રિવ્યૂનો પણ કોઈ ફાયદો થયો નહિ. તેને આઉટ કરીને અક્ષરે ઇનિંગ્સમાં ચોથી વિકેટ ઝડપી


Download Our B K News Today App



Related News