પત્ની અનુષ્કા શર્મા સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે વિરાટ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 17:59:05
  • Views : 535
  • Modified Date : 2019-05-15 17:59:05

આઈસીસી વર્લ્ડ કપનો પ્રારંભ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી થવા જઈ રહ્યો છે. વિશ્વકપ શરૂ થવામાં હવે માત્ર 15 દિવસનો સમય બાકી છે. તેવામાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘણી તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ તસ્વીરો પ્રમાણે વિરાટ અને અનુષ્કા હાલમાં ગોવામાં ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં વિરાટ અને અનુષ્કા પોતાના કોઈ મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યાં છે. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે ટીમ 30 મેથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે સંપૂર્ણ પણે તૈયાર છે. 

Download Our B K News Today App



Related News