વિનેશ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલથી એક કદમ દૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-18 15:39:37
  • Views : 499
  • Modified Date : 2019-09-18 15:39:37

વિનેશ ફોગાટે બુધવારે 53 કિલોગ્રામની કેટેગરીમાં સરાહ હિલ્ડબ્રૅન્ડ્ટને 8-2થી હરાવી હતી. આ સાથે જ તે બ્રોન્ઝ મેડલના પ્લેઓફમાં ક્વોલિફાય થઇ ગઈ છે. વીનેશે ટોક્યો ઓલિમ્પિક 2020નો કોટા પણ મેળવી લીધો છે. તે આગામી મુકાબલામાં બ્રોન્ઝ માટે જર્મનીની મારિયા પ્રેવોલારકી સામે રમશે.વિનેશે પહેલા રાઉન્ડમાં સ્વીડનની સોફિયાને 13-0થી હરાવી હતી. તેમજ તેણે પ્રિ ક્વાર્ટરમાં જાપાનની માયુ સામે 0-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રિ-ક્વાર્ટર જીત્યા પછી માયુ ફાઇનલમાં પહોંચી ગઈ હતી, જયારે વિનેશને રેપચેજ રાઉન્ડમાં જગ્યા મળી હતી. આ મેચ પહેલા વિનેશને બ્રોન્ઝ મેડલ જીતવા માટે ત્રણ, જયારે ટોક્યો ઓલિમ્પિકમાં કોટા મેળવવા માટે બે બાઉટ જીતવાની જરૂર હતી.

Download Our B K News Today App



Related News