વિજય હઝારે ટ્રોફીઃ સમર્થ વ્યાસના ૧ર૪ નોટઆઉટની મદદથી સૌરાષ્ટ્રનો આંધ્ર ઉપર ૧પ૩ રનથી તોતીંગ વિજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-03 18:09:26
  • Views : 447
  • Modified Date : 2019-10-03 18:09:26

બેંગ્લોર ખાતે રમાઇ રહેલી વિજય હઝારે ટ્રોફીમાં મુંબઇ સામે હાર બાદ સૌરાષ્ટ્રે જોરદાર કમ બેક કર્યુ છે.  રાજકોટના સમર્થ વ્યાસના ધુંવાધાર ૧ર૪ રન અને જામનગરના  વિશ્વરાજ જાડેજાના ઝડપી ૮ર રનની મદદથી સૌરાષ્ટ્રે ૩ વિકેટે ર૯૮ રનનો તોતીંગ સ્કોર વન-ડેમાં ખડકયો હતો. જેના જવાબમાં સૌરાષ્ટ્રના બોલીંગ એટેક કનિદૈ લાકિઅ સામે આંધ્રપ્રદેશ અકિલા ૩૭.૩ ઓવરમાં માત્ર ૧૪પ રને ઓલઆઉટ થઇ જતા સૌરાષ્ટ્રનો ૧પ૩ રનથી મસમોટો વિજય થયો હતો. જયદેવ ઉનડકટ૧૮ રનમાં ૩ વિકેટ  ઝડપી કનિદૈ લાકિઅ ઇકોનોમીકલ બોલર સાબીત થયો હતો. ચિરાગ જાની અને કમલેશ મકવાણાએ પણ બે-બે વિકેટો અકીલા ઝડપી આંધ્રપ્રદેશને તંબુ ભેગી કરવામાં જયદેવ ઉનડકટને સાથ કનિદૈ લાકિઅ આપ્યો હતો. સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ બેટીંગ શરૂ થઇ ત્યારે આંધ્રએ ઓપનર્સની વિકેટો સસ્તામાં ખેડવી દીધી હતી. ત્યાર બાદ વનડાઉન આવેલા સમર્થ  વ્યાસ કનિદૈ લાકિઅ અને તેના જોડીદાર વિશ્વરાજ જાડેજાએ આંધ્રપ્રદેશના બોલરોને રીતસર ધોઇ નાખ્યા હતા. સમર્થ વ્યાસે ૧૩૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે અણનમ કનિદૈ લાકિઅ ૧ર૪ રન નોંધાવ્યા હતા. તેની સાથે ખમતીધર પાર્ટનર બની સામા છેડે ઉભેલા વિશ્વરાજ જાડેજાએ પણ ઝડપી બેટીંગ કરવામાં કોઇ કચાશ રાખી ન હતી. વિશ્વરાજે કનિદૈ લાકિઅ ૯૧ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૮ર રન ફટકાર્યા હતા. કમનશીબે તે સદી સુધી પહોંચ્યો ન હતો. તેના સ્થાને આવેલા અર્પીત વસાવડાએ ૩પ બોલમાં ૮ કનિદૈ લાકિઅ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૩ રન બનાવ્યા હતા. જવાબમાં આંધ્ર તરફથી કરણ શીંદેએ પર રન નોંધાવ્યા હતા. એ ઇનીંગ એક માત્ર નોંધનીય હતી. આંધ્રપ્રદેશ ૩૭.૩ ઓવરમાં ૧૪પ રનમાં સમેટાઇ ગયું હતું. જયદેવ ઉનડકટે ૧૮ રનમાં ૩ વિકેટ તેમજ ચીરાગ જાનીએ ૧પ રનમાં બે વિકેટ અને કમલેશ મકવાણાએ ૪ર રનમાં બે વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રની ટીમ હવે તેમનો આગામી મેચ ૩ દિવસના રેસ્ટ બાદ છતીસગઢ સામે રમશે.

Download Our B K News Today App



Related News