વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં વરસાદના કારણે મુંબઈ અને પંજાબની ટીમ બહાર થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 12:42:02
  • Views : 446
  • Modified Date : 2019-10-22 12:42:02

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈની ટીમ વિજય હજારે ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે. મુંબઈ અને છત્તીસગઢ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી નહીં. મુંબઈની ટીમ ગ્રુપ સ્ટેજમાં પાછળ રહેવાના કારણે બહાર થઈ હતી. છત્તીસગઢની ટીમે પ્રથમ બેટિંગ કરતા 45.4 ઓવરમાં 6 વિકેટના ભોગે 190 રન કર્યા હતા. ત્યારે જ વરસાદના કારણે મેચ અટકી. મુંબઈને 40 ઓવરમાં 192 રનનો ટાર્ગેટ મળ્યો. ટીમે 11.3 ઓવરમાં વિના વિકેટે 92 રન કરી લીધા હતા. ત્યારે ફરી વરસાદ પડ્યો અને મુંબઈની ટીમ બહાર થઈ હતી. છત્તીસગઢ ઉપરાંત કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુની ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે.તામિલનાડુ અને પંજાબની ક્વાર્ટર ફાઈનલ પણ વરસાદના કારણે પૂર્ણ થઈ નહોતી. પંજાબની ટીમ બહાર થઈ અને તામિલનાડુની ટીમે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી. વરસાદના કારણે મેચ 39 ઓવરની કરાઈ હતી. તામિલનાડુએ 39 ઓવરમાં 174 રન કર્યા હતા. જવાબમાં પંજાબે 12.2 ઓવરમાં 2 વિકેટે 52 રન કર્યા હતા. ત્યારે વરસાદના કારણે મેચ અટકી અને ફરી શરૂ થઈ શકી નહોતી. જ્યારે ગુજરાતની ટીમે દિલ્હીને 6 વિકેટે હરાવી અને કર્ણાટકની ટીમે પોંડુચેરીને 8 વિકેટે હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી. 23 ઓક્ટોબરના રોજ ગુજરાત તમિલ નાડુ સામે અને કર્ણાટક છત્તીસગઢ સામે સેમિફાઇનલમાં રમશે.

Download Our B K News Today App



Related News