માઈકલ નેસરના કેચનો વિડીયો વાયરલઃ વિવાદ ઘેરાયો ,અમ્પાયરે જોર્ડનને આઉટ જાહેર કર્યો તો લોકોએ કહ્યું નોટ આઉટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 18:04:46
  • Views : 474
  • Modified Date : 2023-01-03 18:04:46

ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી-20  લીગ બિગ બેશમાં માઈકલ નેસરના કેચને લઈને લોકો ઘણા આશ્ચર્યચકિત થયા હતા. વાસ્તવમાં, સિડની સિક્સર્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાયેલી હાઈ સ્કોરિંગ મેચ દરમિયાન બ્રિસબેન હીટના ખેલાડી માઈકલ નેસરે એક કેચ પકડ્યો હતો. જેને લઈને ચાહકો અને ક્રિકેટ નિષ્ણાંતો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. એ મેચમાં સિડની સિક્સર્સ સામે પહેલા બેટિંગ કરતી વખતે બ્રિસબેન હીટે 224 રન બનાવ્યા હતા અને એ ટાર્ગેટનો પીછો કરતા બ્રિસ્બેન હીટ માત્ર 209 રન બનાવી શકી અને 15 રનથી મેચ હારી ગઈ.

જોકે સિક્સર્સના બેટ્સમેન જોર્ડન સિલ્કે એક સમય માટે મેચને પલટી દીધો હતો અને એવું લાગતું હતું કે કદાચ સિક્સર્સ મેચ જીતી શકશે નહીં અને ત્યારે જ બ્રિસબેનના ફિલ્ડર માઈકલ નેસરે 23 બોલમાં 41 રન બનાવીને રમતા જોર્ડનનો બાઉન્ડ્રી લાઈન પર કેચ પકડીને મેચ જીતી લીધી હતી. 

જો કે હવે આ કેચને લઈને વિવાદ થયો છે. જણાવી દઈએ કે જ્યારે માઇકલે આ કેચ પકડ્યો ત્યારે તે બાઉન્ડ્રી લાઇન પર બોલને હવામાં ઉછાળીને પોતાનું સંતુલન બનાવવા માટે બાઉન્ડ્રીની બહાર ગયો હતો. તે પછી, બાઉન્ડ્રી લાઇનની બહાર ફરી હવામાં ઉછળ્યાં પછી રોપની અંદર આવતા તેને પકડી લીધો. ધ્યાનથી જોયા બાદ અમ્પાયરે જોર્ડનને આઉટ જાહેર કર્યો હતો. જે બાદ ફેન્સ સતત કહી રહ્યા છે કે તે નોટઆઉટ હતો.

Download Our B K News Today App



Related News