વેંકટેશ અય્યરને મેદાન પર થઈ ઈજા

  • Published By :
  • Published Date : 2022-09-17 15:28:01
  • Views : 232
  • Modified Date : 2022-09-17 15:28:01

IPLમાં પોતાની પ્રતિભા બતાવીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવનાર સ્ટાર ખેલાડી વેંકટેશ અય્યર એક અકસ્માતનો ભોગ બન્યા છે. એક મેચ દરિયાન તેમની ગરદન ઉપર ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની સ્થિતિ ઉભી થઈ હતી.વેંકેટશ બેટિંગ કરી રહ્યા હતા. તેમણે ગજાની બોલને છક્કો મારીને પોતાનું ખાતું ખોલ્યુ હતું. તેના પછીના બોલ ઉપર વેંકટેશે સીધો શોટ માર્યો હતો. વખતે ચિંતન ગજાએ બોલને પકડી લીધો અને ઝડપથી બોલિંગ સાઈડની તરફ સ્ટમ્પ ઉપર થ્રો કર્યો પરંતુ તે વેંકટેશના ગળા ઉપર વાગી ગયો હતો. મેદાનની વચ્ચોવચ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને સ્ટ્રેચર પણ નીકાળવામાં આવ્યું હતું. જો કે 27 વર્ષના વેંકટેશે જાતે ચાલીને બહાર આવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ વેંકટેશ ફરી બેટિંગ કરવા આવ્યા હતા પરંતુ તે 14 રન બનાવી શક્યા હતા. ફિલ્ડિંગ દરમિયાન વેંકટેશનના સ્થાને અશોક મનેરિયાને મૂકવામાં આવ્યા હતા.ઝડપી બોલર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે ભારતીય ટીમમાં જોરદાર એન્ટ્રી કરી હતી. તેમણે  IPL 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમતી વખતે જોરદાર બેટિંગ અને બોલિંગ કરી હતી. હાર્દિકને ઈજા થઈ હોવાથી તેઓ ભારતીય ટીમની બહાર હતા ત્યારે તેમના વિકલ્પ તરીકે વેંકટેશનો વિચાર કરવામાં આવતો હતો.    હાર્દિક ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે અને તેઓ T-20 વર્લ્ડ કપ રમતા પણ જોવા મળશે. તેની સામે વેંકટેશને પોતાના ખરાબ ફોર્મના કારણે ભારતીય ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. વેંકટેશ અત્યારે દુલીપ ટ્રોફી રમી રહ્યા છે. દરમિયાન તેમની સાથે અકસ્માત થયો હતો.  વેંકટેશ દુલીપ ટ્રોફીમાં સેનટ્રલ ઝોન તરફથી રમી રહ્યા છે. ટૂર્નામેન્ટમાં એક મેચ દરમિયાન વેસ્ટ ઝોનના મીડિયમ પેસ બોલર ચિંતન ગજાના થ્રોથી વેકટેશને ઈજા થઈ હતી. ચિંતન ગજાનો બોલ વેંકટેશના માથા અને ખભાની વચ્ચે વાગવાથી તે જમીન ઉપર પડી ગયા હતા. તેમના પડવાથી તમામ ખોલાડીઓ તેમની પાસે દોડીને આવ્યા હતા. ઈજા એટલી ગંભીર હતી કે મેદાન ઉપર એમ્બ્યુલન્સને બોલાવવી પડી હતી

Download Our B K News Today App



Related News