અંડર-19 વર્લ્ડ કપમાં જાપાન 41માં ખખડયું ભારતનો 10 વિકેટથી વિજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 15:10:34
  • Views : 560
  • Modified Date : 2020-01-22 15:10:34

સાઉથ આફ્રિકામાં  ચાલી રહેલા અંડર-૧૯  વર્લ્ડ કપની લીગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રહેલી ભારતીય ટીમ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી લેનારી જાપાનની ટીમ ૨૨.૫ ઓવરમાં માત્ર ૪૧ રનમાં જ ખખડી ગઈ હતી. જેમાં ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈએ એક તબક્કે ૦ રનમાં ચાર વિકેટ ઝડપી હતી, જોકે ત્યારબાદ તેણે પાંચ રન આપ્યા હતા.જેમાં ભારતે માત્ર ૪.૫ ઓવરમાં જ વિના વિકેટે ૪૨ રન કરતાં મેચ જીતી લીધી હતી. આમ ભારતની અંડર-૧૯ ટીમનો વર્લ્ડ કપમાં આ સતત બીજો વિજય હતો. જે મેચમાં રવિ બિશ્નોઈ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. ભારતીય અંડર-૧૯ ટીમે ટોસ જીતીને જાપાનને બેટીંગમાં ઉતાર્યું હતુ. જાપાનઝ ટીમ ૨૨.૫ ઓવરમાં ૪૧ રનમાં સમેટાઈ હતી. જે આઇસીસી વર્લ્ડકપનો બીજા ક્રમનો નિમ્ન સ્કોર હતો. ૨૦૦૪ના અંડર-૧૯ વર્લ્ડ કપની પ્લેટ ગૂ્રપની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સ્કોટલેન્ડ ૨૨.૩ ઓવરમાં ૨૨ રનમાં સમેટાયું હતુ. જ્યારે ૨૦૦૨માં સાઉથ આફ્રિકા સામે કેનેડા ૨૮.૪ ઓવરમાં ૪૧ના સ્કોર પર સમેટાયું હતુ. ભારત તરફથી રવિ બિશ્નોઈએ ૮-૩-૫-૪ની ફિગર્સ મેળવી હતી. જ્યારે કાર્તિક ત્યાગીને ત્રણ, આકાશ સિંઘને બે વિકેટ મળી હતી.આમ ભારતીય ટીમને જીતવા માટેના ૪૨ રનના ટાર્ગેટને ભારતે માત્ર ૨૯ બોલમાં જ હાંસલ કર્યો હતો. જયસ્વાલ ૨૯ રને અને કુશાગ્ર ૧૩ રને નોટઆઉટ રહ્યા હતા. ભારતે ૪.૫ ઓવરમાં વિના વિકેટે ૪૨ રનનો સ્કોર કર્યો હતો. ભારતે આ આસાન જીતની સાથે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતુ. ભારતને હવે આખરી લીગ મેચમાં તારીખ ૨૪મી જાન્યુઆરીને શુક્રવારે ન્યૂઝીલેન્ડની સામે ટકરાશે.

Download Our B K News Today App



Related News