યુએઇએ અંડર 19 વર્લ્ડકપમાં કવોલિફાય કરી દીધું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-27 18:28:11
  • Views : 389
  • Modified Date : 2022-12-27 18:28:11

દક્ષિણ આફ્રિકામાં આવતા મહિને યોજાનારા આઈસીસી અંડર-૧૯ મહિલા ટી-૨૦ વિશ્વકપમાં ભાગ લઈ રહેલા યુએઈને ભારે આશા છે. વિકેટકીપર બેટ્સમેન તીર્થ સતીશની આગેવાનીમાં યૂએઈએ શનિવારે વર્લ્ડ કપ માટે પોતાની 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમના કોચ તરીકે હોંગ કોંગના ઓલરાઉન્ડર નજીબ અમર રહેશે.
અગાઉ યુએઈએ એશિયા ક્વોલિફાયર્સમાં એકતરફી મુકાબલામાં પાંચ મેચની શ્રેણી જીતીને અંડર-19 વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી લીધું હતુ. ચાલુ વર્ષે બાંગ્લાદેશમાં રમાયેલા વિમેન્સ એશિયા કપમાં યુએઈએ મલેશિયા સામે શાનદાર વિજય મેળવ્યો હતો.
સ્કોટલેન્ડ સામે અમીરાતના અંડર-19 ટી-20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 14 જાન્યુઆરીથી બેનોનીમાં થશે. યુએઈનો આગામી મુકાબલો તારીખ 16મી જાન્યુઆરીએ ભારત સામે અને ત્રીજી ગ્રુપ મેચ તારીખ 18મી જાન્યુઆરીએ સાઉથ આફ્રિકા સામે રમાશે.
2022
યુએઈની મહિલાઓ માટે સફળ અને રોમાંચક રહ્યું છે અને હવે અમે આઈસીસી અંડર -19 મહિલા ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લઈને ઇતિહાસ રચવા માટે તૈયાર છીએ. અમારું લક્ષ્ય અમારૂં સર્વશ્રેષ્ઠ આપવાનું છે, જેના દ્વારા અમે ગ્રુપ મેચોમાં ટોપ થ્રી અને સુપર સિક્સનો હિસ્સો બની શકીએ.

ટીમ: તીર્થ સતીશ (કેપ્ટન), વૈષ્ણવ મહેશ, સમાયરા ધરણીધરકા, લાવણ્યા કેની, સંચિત સિંહ, રિનીથા રાજીથ, ઈન્દુજા નંદકુમાર, સિયા ગોખલે, માહિકા ગૌર, અવની સુનિલ પાટિલ, અર્ચના સુપ્રિયા, ઋષિતા રજિત, ગીતિકા જ્યોતિસ, સંજના રમેશ, ઈશિતા ઝાહરા

Download Our B K News Today App



Related News