આજે ભારત અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટ્વેન્ટી-20

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 13:15:29
  • Views : 549
  • Modified Date : 2019-12-06 13:15:29

કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા ચાલુ વર્ષની અંતિમ ટી-૨૦ સિરીઝમાં આવતીકાલે વિન્ડિઝ સામે પ્રથમ મુકાબલો ખેલશે. ત્યારે ટીમ ઈન્ડિયાને મેચ વિનર બની શકે તેવા યુવા ખેલાડીઓની તલાશ છે અને ટીમ મેનેજમેન્ટની નજર વિન્ડિઝ સામેની ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં યુવા ખેલાડીઓના પર્ફોમન્સ પર વિશેષ રહેશે. ટ્વેન્ટી-૨૦માં ભારતે ઘરઆંગણે છેલ્લે બાંગ્લાદેશ સામેની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. જોકે રેન્કિંગમાં ભારત હાલ પાંચમા ક્રમે છે, જ્યારે વિન્ડિઝ ૧૦માં સ્થાને છે. આમ છતાં મેદાને જંગમાં તો બંને ટીમો હાલ બરોબરીની લાગી રહી છે. હોમગ્રાઉન્ડ પર રમી રહેલી ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવા માટે ફેવરિટ મનાય છે. જોકે પોલાર્ડની આગેવાની હેઠળની વિન્ડિઝની ટીમ ભારતને આંચકો આપવાની ક્ષમતા ધરાવ છે.આમ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આવતીકાલે સાંજે ૭.૦૦ વાગ્યાથી ટ્વેન્ટી-૨૦નો પ્રારંભ થશે. જેમાં કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા તેના તમામ સ્ટાર્સની સાથે મેદાન પર ઉતરશે. જેમાં ઓપનર રોહિત તેમજ કેપ્ટન કોહલી પર બેટીંગ લાઈનઅપનો મદાર રહેશે. જ્યારે બોલિંગમાં ભુવનેશ્વરે પુનરાગમન કર્યું છે, તે દીપક ચાહરની સાથે કમાન સંભાળશે. જ્યારે જાડેજાની સાથે ચહલ કે કુલદીપને તક મળી શકે તેમ છે. જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટની નજર યુવા ઓપનર લોકેશ રાહુલ તેમજ સતત તક આપવા છતાં પ્રતિભાને પ્રમાણિત કરવા માટે સંઘર્ષ કરી રહેલા રિષભ પંત પર ટકેલી છે. જેમાં ઘરઆંગણાની ટી-૨૦ ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારીને ઝંઝાવાત જગાવનારા સંજુ સેમસનને પણ આ શ્રેણીમાં તક મળે તેવી આશા છે. આ સિવાય શ્રૈયસ ઐયર તેમજ મનીષ પાંડે પણ કમાલ દેખાડવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. આમ પસંદગીકારોએ ધવન ઈજાગ્રસ્ત થતાં સંજુ સેમસનને ટીમમાં સામેલ કર્યો છે. જોકે તેને પહેલી મેચમાં તક આપવામાં આવે તેવી શક્યતા ખુબ જ ઓછી છે. આમ આગામી સમયમાં આવનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં મીડલ ઓર્ડરની જવાબદારી શ્રૈયર ઐયર અને મનીષ પાંડેના શિરે મૂકાશે તે લગભગ નક્કી લાગી રહ્યું છે. ઐયર અને પાંડેએ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો.આમ ભારતીય ટીમ મેનેજમેન્ટ આ સિરીજમાં બે ફાસ્ટરો અને બે સ્પિનરો સાથે ઉતરી શકે છે.જ્યારે ઓલરાઉન્ડર તરીકેની જવાબદારી શિવમ દુબે સંભાળશે,જે બાંગ્લાદેશ સામે અસરકારક દેખાવ કરી ચૂક્યો છે. ભુવનેશ્વરે ફિટનેસની સાથે પુનરાગમન કર્યું છે. હવે તે આગવી લયમાં બોલિંગ કરવા માટે થનગની રહ્યો છે. તેનો સાથ યુવા ફાસ્ટર દીપક ચહર આપશે. જ્યારે સ્પિનર તરીકે સ્થાન મેળવવા માટે રવિન્દ્ર જાડેજા લગભગ નિશ્ચિત છે. જ્યારે તેના જોડીદાર તરીકે તક મેળવવા માટે ચહલ, સુંદર અને કુલદીપ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. 

.


Download Our B K News Today App



Related News