આજે બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી, કોહલીને બ્રેક અપાય તેવી સંભાવના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 12:28:48
  • Views : 466
  • Modified Date : 2019-10-24 12:28:48

બાંગ્લાદેશ સામેની સીરીઝ માટે આજે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવશે. બીજી તરફ બાંગ્લાદેશના ક્રિકેટરોની મોટા ભાગની માંગને સંતોષવાની બોર્ડની ખાત્રી પછી તેઓની હડતાલ સમેટાઈ ગઈ છે. આથી પ્રવાસ નિર્ધારિત શેડ્યુઅલ મુજબ યોજાશે.ભારતીય પસંદગી સમિતિ જ્યારે મુંબઈમાં ટીમ પસંદગી માટે બેઠક કરશે તો કેપ્ટન વિરાટ કોહલીના કાર્યભારનો મુદ્દો ચર્ચાનો વિષય હશે. બીજી તરફ ઋષભ પંત માટે કવર તરીકે સંજૂ સેમસનને સામેલ કરી શકાય છે. કોહલીને આરામ અપાય તેવી સંભાવના છે. તેની જગ્યાએ રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળી શકે છે.મુંબઈના ઉદીયમાન ઓલરાઉન્ડર શિવમ દુબે વિશે ચર્ચાની સંભાવના છે, જેમની ઘાયલ થયેલા હાર્દિક પંડ્યાની જગ્યા ઓલરાઉન્ડરના સ્થાને પસંદગી થઈ શકે છે. ત્રણ નવેમ્બરથી દિલ્હીમાં શરૂ થનારી ત્રણ મેચોની T-20 સિરીઝ(બે અન્ય મેચ રાજકોટ અને નાગપુરમાં)સિવાય બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ ચેમ્પિયનશીપ હેઠળ બે ટેસ્ટ રમશે. ટેસ્ટ મેચ ઈન્દોર અને કોલકાતામાં રમાશે.સંજૂએ વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી છે. સૈમસને હાલમાં જ વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી, તેમની પંત પછી બીજા વિકલ્પ તરીકે પસંદગી થવાની આશા છે. BCCIના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, ‘જો ઋષભ અને સંજૂ બન્ને ટીમમાં હશે, તેમાં કોઈ મુશ્કેલી નહીં હોય. આ બન્ને આઈપીએલમાં પણ એક સાથે રમી ચૂક્યા છે. ઋષભને સંક્ષિપ્ત ફોર્મેટમાં સફળતા મળી છે, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખતા આપણે તેને રમાડવાની જરૂર છે’તેમણે કહ્યું કે, સાથે સંજૂમાં મેચનો અભિગમ બદલવાની ક્ષમતા છે. T-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા ટીમ સંચાલને અન્ય વિકલ્પ પણ જોવાની જરૂર છે, કારણ કે દરેક જાણે છે કે હવે મહેન્દ્ર સિંહ ધોનીને આગળ જોવાનો સમય છે. કોહલી ટીમમાં નહીં હોય ત્યારે સૈમસનને ‘બેક અપ’તરીકે જોવામાં આવી રહ્યા છે, પરંતુ એ જોવું રસપ્રદ હશે કે મનીષ પાંડે ટીમમાં તેમનું સ્થાન જાળવી રાખે છે કે નહીં.ઓલરાઉન્ડર શિવમ દુબે પર સિલેક્ટર્સની નજર મુંબઈના શિવમ દુબેએ નાના રોલમાં ઓલરાઉન્ડરના બીજા વિકલ્પ વિજય શંકરને પછાડી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,‘દરેક એ વાતથી સહેમત છે કે શિવમની બોલિંગ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરની નથી અને તેઓ હાર્દિકની વેરાઈટીની નજીક પણ નથી. પરંતુ તે ડાબા હાથના ખેલાડી છે જે સકારાત્મક વાત છે અને તે છગ્ગા ફટકારી શકે છે’બાંગ્લાદેશના ખેલાડીઓ સ્ટ્રાઈક સમેટી મહત્વનું છે કે થોડા દિવસ પહેલા બાંગ્લાદેશના ક્રિકેટર્સ સ્ટ્રાઇક પર ઉતર્યા હતા. તેઓ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તેમની 11 શરતો નહીં માને ત્યાર સુધી ક્રિકેટ નહીં રમવાની જીદ પર અડ્યા હતા. ત્યારબાદ બોર્ડે તેમની શરતો સ્વીકારી હતી. આ તમામ શરતો બોર્ડે સ્વીકારી ત્યારબાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ હડતાળ સમેટી ભારત ટૂર યથાવત રાખશે.આ છે મેચ શિડ્યુઅલ 3 સપ્ટેમ્બર- પ્રથમ T20 મેચ., 7 સપ્ટેમ્બર- બીજી T20 મેચ., 10 સપ્ટેમ્બર- ત્રીજી T20 મેચ., 14 સપ્ટેમ્બર પ્રથમ ટેસ્ટ મેચ., 22 સપ્ટેમ્બર બીજી ટેસ્ટ મેચ.

Download Our B K News Today App



Related News