આઈપીએલમાં ધમાકેદાર રેકોર્ડ ધરાવનારા ત્રણ વિદેશી ખેલાડીઓ કપ્તાન બની શકે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-23 18:02:14
  • Views : 552
  • Modified Date : 2022-12-23 18:02:14

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે 23 ડિસેમ્બરે કોચીમાં ઓક્શનનું આયોજન કરાયું છે. આ વખતે હરાજી દરમિયાન ઘણા ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝીની નજર રહેશે. ઘણી ટીમો આઇપીએલ 2023 માટે નવા કેપ્ટનની શોધમાં પણ છે ત્યારે આ વખતની હરાજી ખૂબજ મહત્ત્વની રહેશે. આઇપીએલની 16મી સિઝન માટે કુલ 403 જેટલા ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એમાના કેટલાક ખેલાડીઓ તેમની નેશનલ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે આઈપીએલમાં આ ખેલાડીઓને કેપ્ટનશીપ મળવાની પણ શક્યતા છે. આ યાદીમાં બેન સ્ટોક્સ, કેન વિલિયમસન અને જેસન હોલ્ડરનો સમાવેશ થાય છે.

બેન સ્ટોક્સ આઇપીએલની છેલ્લી સિઝનનો ભાગ નહોતો. પરંતુ આ વખતે તેઓ ઉપલબ્ધ રહેશે. આઇપીએલ 2023ની હરાજીમાં સ્ટોક્સની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જો કે તે આના કરતા વધુ મોંઘો વેચાઈ શકે છે. જો રૂટે સુકાનીપદેથી રાજીનામું આપ્યા બાદ તેને ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સ્ટોક્સની કપ્તાનીમાં ટીમે પણ અસરકારક પ્રદર્શન કર્યું હતું. જો આ વખતે ટીમો પર નજર કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ કેપ્ટનની શોધમાં હોઈ આવી ટીમો તેના પર દાવ લગાવી શકે છે.

ન્યુઝીલેન્ડના અનુભવી દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન માટે આ વર્ષ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સિઝનમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. કેપ્ટનની સાથે સાથે તે પોતાના પરફોમન્સથી કોઈ છાપ છોડી શક્યો નથી. તેને હૈદરાબાદે નવેમ્બરમાં રિલિઝ કરવામાં આવ્યો છે. પરંતુ તેણે પોતાની નેશનલ ટીમ માટે સારૂં પ્રદર્શન કર્યું છે. તેની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડ આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું. તેથી ચેન્નાઈ જેવી ટીમ તેના પર દાવ લગાવી શકે છે. ટીમ એમએસ ધોનીના વિકલ્પ તરીકે તેને જોઈ શકે છે.

વેસ્ટ ઈન્ડિઝના ટેલેન્ટેડ ખેલાડી જેસન હોલ્ડરે ઘણી વખત પોતાની ટીમ માટે દમદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. તે બેટિંગની સાથે તેણે બોલિંગમાં પણ કમાલ બતાવી ચૂક્યો છે. વર્ષ 2015માં વેસ્ટ ઈન્ડિઝની વન ડે ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. IPL 2022માં તેને લખનૌ સુપર જાયન્ટ્સે 8.75 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તે કમાલ કરી શક્યો નહોતો. જોકે આ વખતે તે કેપ્ટન તરીકે જોવા મળી શકે છે.

Download Our B K News Today App



Related News