ક્રિકેટમાં ‘વિલન’ રુપ નિયમ થશે ખતમ ભારત vs ઓસ્ટ્રેલિયા મેચમાં થશે લાગુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-15 17:13:21
  • Views : 171
  • Modified Date : 2023-05-15 17:13:21

મેચ આગામી મહિને રમાનારી છે. આ મેચ પહેલા એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અનેક વાર અનેક મોટા વિવાદોની ચર્ચાઓ જગાવનારો નિયમ સમાપ્ત થઈ શકે છે. ICC આ નિયમને આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચથી સમાપ્ત કરી શકે છે. વાત સોફ્ટ સિગ્નલની છે. આ નિયમે અનેક વાર મેચના માટે ટર્નિંગ પોઈન્ટ રુપ સાબિત થયા છે. અનેકવાર સ્ટાર ખેલાડીઓના કરિયરને જોખમમાં મૂકવાની સ્થિતી સર્જી છે, તો અનેક વાર મેચ આખીય ચર્ચામાં બની રહી જતી હોય છે. જોકે હવે દુનિયાભરના ક્રિકેટરોને પરેશાન કરનારો આ વિલન જેવો લાગતો નિયમ હવે ખતમ થઈ જશે.

મીડિયા રિપોર્ટસનુસાર ICC હવે સોફ્ટ સિગ્નલ નિયમને સમાપ્ત કરવા જઈ રહી છે. જૂન મહિનામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. આ મહત્વની મેચમાં જ આ નિયમ હટાવી દેવાયો હશે. રિપોર્ટસનુસાર બંને ટીમોને આ અંગેની જાણકારી પણ આઈસીસી દ્વારા આપવામા આવી હોવાનુ કહેવાય છે. આ અંગે અગાઉ વિરાટ કોહલી પણ નારાજગી દર્શાવી ચૂક્યો છે.

ક્રિકેટરો માટે વિલન રુપ લાગી રહેલો આ નિયમ આગામી 7 જૂનથી હવે ક્રિકેટમાંથી હટી જશે. 7 જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ સાથે જ ક્રિકેટમાંથી આ નિયમને હટાવી લેવામાં આવશે. કહેવામાં આવી રહ્યુ છે કે, સોફ્ટ સિગ્નલ નિયમને ખતમ કરવા અંગેની મંજૂરી ICC ક્રિકેટ સમિતિના અધ્યક્ષ સૌરવ ગાંગુલી તરફથી આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટરોએ અનેક વાર સોફ્ટ સિગ્નલના ખરાબ અનુભવ કર્યા છે. ભારત માટે પ્રથમ વિવાદ સોફ્ટ સિગ્નલનો 2021 માં આવ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. જે મેચમાં ડેવિડ મલાને સૂર્યાનો કેચ કર્યો હતો અને સોફ્ટ સિગ્નલ ફિલ્ડ અંપાયરે કેચ આઉટ આપ્યો હતો. જે કેચ ક્લીન નહોતો અને વિવાદ સર્જાયો હતો.

હવે સવાલ એ થાય કે સોફ્ટ સિગ્નલ નિયમ કેવી રીતે કામ કરે છે. તો એ પણ જાણી લઈએ. આ નિયમ ક્લોઝ કેચથી જોડાયેલ છે અને જ્યારે ફિલ્ડ અંપાયરને કેચ દરમિયાન એમ લાગે કે, ફિલ્ડરે ઝડપેલો કેચ શંકાસ્પદ છે ત્યારે તે થર્ડ અંપાયરને ચેક કરવા માટે કહે છે. આ દરમિયાન ફિલ્ડ અંપાયર પોતાના તરફથી પોતાનો નિર્ણય થર્ડ અંપાયરને જણાવે છે, ત્યાર બાદ ટીવી રિપ્લે જોઈને થર્ડ અંપાયર પોતાનો નિર્ણય લેવાની કાર્યવાહી શરુ કરે છે. ફિલ્ડ અંપાયર ફિલ્ડમાં સહયોગી અંપાયર સાથે ચર્ચા કરીને બાદમાં સોફ્ટ સિગ્નલ થર્ડ અંપાયરને જણાવવાનો હોય છે. આમ આખી કાર્યવાહી બાદ ટીવી અંપાયર શંકાસ્પદ સ્થિતીમાં કોઈ પૂરાવો સોફ્ટ સિગ્નલના વિરુદ્ધમાં લાગે તો જ બદલી શકે છે. બાકી તે રિવ્યૂ જોઈને સોફ્ટ સિગ્નલને જ અનુસરતા હોય છે. આમ આ નિયમ ખૂદ જ શંકાઓ અને વિવાદો વધારી મૂકતો હોય છે.

Download Our B K News Today App



Related News