કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચનો અંત દિલધડક 1 બોલ પર રિંકૂ સિંહે કર્યો ખેલ ખતમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-09 16:53:35
  • Views : 138
  • Modified Date : 2023-05-09 16:53:35

IPL 2o23 માં સોમવારની મેચ ફરી એકવાર દિલધડક જોવા મળી હતી. જબરદસ્ત રોમાંચ અંતિમ ઓવર્સમાં હતો. અંતિમ ઓવરમાં દરેક બોલ દિલની ધડકન વધારી રહ્યો હતો. કારણ કે દરેક બોલ પર મેચ પલટાઈ રહી હોય એવો અહેસાસ થતો હતો. અંતિમ ઓવરમાં 6 રનની જરુર હતી. અંતિમ ઓવર શરુ થવા પહેલા મેચ એક તરફી લાગી રહી હતી, પરંતુ એક એક બોલ રોમાંચ વધારી રહ્યો હતો. જોકે અંતિમ બોલ રિંકૂ સિંહના રમવાના હિસ્સામાં હતો અને તેણે વિજયી ચોગ્ગો ફટકારીને કોલકાતાને જીત અપાવી હતી. આ જીત સાથે જ કોલકાતાએ પોઈન્ટ્સ ટેબલની રેસમાં પોતાને બનાવી રાખ્યૂ હતુ.

રિંકૂ સિંહ ફરી એકવાર હિરો બન્યો છે. તેણે વધુ એક મેચની જીત કોલકાતાની ઝોળીમાં રાખી દીધી છે. અંતિમ બોલ પર રિંકૂએ શાનદાર ચોગ્ગો જમાવ્યો હતો. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 179 રન નોંધાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે હોમ ગ્રાઉન્ડ પર 5 વિકેટથી જીત મેળવી હતી. પોઈન્ટ્સ ટેબલમાં આ 2 અંકે મોટો ફાયદો કોલકાતાને કરાવ્યો હતો.

પંજાબનો પિછો કરતા અંતિમ 2 ઓવરમાં 26 રન કોલકાતાને જરુરી હતા. 19મી ઓવર સેમ કરન લઈને આવ્યો હતો. ઓવરમાં આંદ્રે રસેલે 3 છગ્ગા જમાવ્યા હતા. આમ 20 રન નિકાળ્યા હતા. અંતિમ ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો અને 6 રનની જરુર કોલકાતાને જીત માટે જરુર હતા. ઓવરની શરુઆત પહેલા રસેલ અને રિંકૂ મેદાનમાં હોઈ જીત આસાન લાગી રહી હતી. પરંતુ ઓવર શરુ થતા જ મેચ દિલધડક બની ગઈ હતી.

અંતિમ ઓવરના 6 બોલ પર નજર

1.   પ્રથમ બોલ ડોટ રહ્યો હતો. રસેલે બાઉન્સર બોલને ઝૂકીને પસાર થવા દીધો હતો. આમ હવે 5 બોલમાં 6 રન જીત માટે રહ્યા હતા.

2.   બીજો બોલ વાઈડ યોર્કર હતો અને તેને લો ફુલટોસ રમી થર્ડમેન પર રમીને સિંગલ રન લીધો હતો. આમ હવે 4 બોલમાં 5 રન રહ્યા હતા.

3.   ત્રીજા બોલને લેગ સ્ટંપ બહાર ફુલ ટોસ બોલને રિંકૂ સિંહે ડીપ સ્કેવર લેગ પર રમીને સિંગલ રન લીધો હતો.

4.   ચોથા બોલ પર આંદ્રે રસેલે ડીપ કવરમાં ફટકાર્યો હતો. રસેલ અને રિંકૂએ 2 રન દોડીને લીધા હતા. આમ 2 રન જીત માટે જરુરી હતા.

5.   પાંચમા બોલ પર આંદ્રે રસેલ રન આઉટ થયો હતો. સ્લોઅર બોલ પર બીટ થયા બાદ રસેલ અને રિંકૂ રન માટે દોડી ગયા હતા. જ્યાં રસેલન નોન સ્ટ્રાઈકર એન્ડ પર રન આઉટ થયો હતો.

·         અંતિમ બોલ પર હવે 1 બોલમાં 2 રનની જરુર હતી અને રિંકૂ સિંહે ડીપ ફાઈન લેગ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ કોલકાતાએ જીત મેળવી લીધી હતી.

Download Our B K News Today App



Related News