નો બોલના નિર્ણયથી ગુસ્સે થયો બાંગ્લાદેશનો કેપ્ટન, પછી બધું ભૂલીને વિરાટને ગળે મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-03 16:44:13
  • Views : 258
  • Modified Date : 2022-11-03 16:44:13

 

T20 વર્લ્ડ કપમાં બુધવારે ભારત-બાંગ્લાદેશની મેચ થઈ હતી. આ મેચ બન્ને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી, જોકે કેટલીક એવી ક્ષણો પણ આવી, જ્યારે વાતાવરણ ગરમ જોવા મળ્યું. આવો જ એક સમય આવ્યો, જ્યારે વિરાટને જોઈને બાંગ્લાદેશના કેપ્ટનનો ગુસ્સો શાંત થઈ ગયો હતો.

 

શું બાબત હતી
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાની ઈનિંગની 16મી ઓવરમાં બાંગ્લાદેશનો બોલર હસન મહમૂદ આવ્યો હતો. આ ઓવરનો છેલ્લો બોલ ફુલટોસ હતો અને એ કમરથી ઘણો ઉપર હતો. વિરાટ સ્ટ્રાઈક પર હતો. તેણે બોલને પુલ કર્યો અને પછી અમ્પાયર તરફ ઈશારો કરતાં કહ્યું કે એ નો બોલ હોવો જોઈએ. અમ્પાયરે એને નો બોલ પણ ગણાવ્યો હતો.

 

મામલો અહીં પૂરો નથી થતો. વિરાટના અમ્પાયર તરફના ઈશારાથી બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ-હસન ગુસ્સે થયો હતો. તે ગુસ્સામાં અમ્પાયર તરફ આગળ વધ્યો. સામાન્ય રીતે આક્રમક રહેતા વિરાટનો અહીં અલગ અંદાજ જોવા મળ્યો. તે તરત જ અમ્પાયર અને શાકિબની વચ્ચે આવી ગયો હતો.

કોહલીને જોઈને શાકિબનો ગુસ્સો ઠંડો પડી ગયો અને બંને એકબીજાને ગળે મળ્યા હતા. પછી થોડીવાર વાતચીત પણ કરી હતી. શાકિબ ફિલ્ડિંગ પર પાછો ફર્યો હતો. કોહલીનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.


Download Our B K News Today App



Related News