આઇપીએલ-2023ની કોચી ખાતે આજે હરાજી થશે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-23 17:55:47
  • Views : 480
  • Modified Date : 2022-12-23 17:55:47

આઇપીએલ 2023ની શરૂઆત થઇ રહી છે, ત્યારે આવતી કાલે ખેલાડીઓની મીની હરાજી થનારી છે. આવતીકાલે કોચી ખાતે તમામ 10 ફ્રેન્ચાઇઝી માટે આ હરાજી થશે. જેમાં કુલ 405 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં 273 ભારતીય ખેલાડીઓ છે અને 132 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ હરાજીમાં 119 કેપ્ડ અને 282 અનકેપ્ડ ખેલાડીઓ હશે, જોકે, તમામ ટીમોને કુલ મળીને 87 ખેલાડીઓ ખરીદી શકે છે, જેમાં વધુમાં વધુ 30 વિદેશી ખેલાડીઓ સામેલ છે.

આવતીકાલે કોચી ખાતે બપોરના 2.30 વાગ્યાથી આઇપીએલ 2023ની હરાજીનો પ્રારંભ થશે. આઇપીએલની આ 16મી આવૃત્તિ અને 11મી મીની હરાજી છે. આ હરાજીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. સાતે જ જિયો સિનેમા એપ અને તેની વેબસાઇટ પર તેનું લાઇવ સ્ટ્રીમીંગ થશે.

આઇપીએલ 2023ની હરાજી માટે પસંદગી પામનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર અલ્લાહ મોહમ્મદ ગઝાનફર છે. ગઝાનફર અફઘાનિસ્તાનનો ઓફ સ્પીનર છે. હરાજીમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી ટી-20 લેજન્ડ અમિત મિશ્રા છે. 40 વર્ષીય અમિત મિશ્રાએ આઇપીએલમાં ત્રણ જુદીજુદી ટીમો દિલ્હી ડેરડેવિલ્સ 2008, ડેક્કન ચાર્જર્સ 2011 અને સનરાઇઝર્સ હૈદરાબાદ 2013માં હેટ્રિક લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએલની હરાજીની પ્રક્રિયા સંભાળશે. તેણે 2018માં રિચાર્ડ મેડલી બાદ આ જવાબદારી સંભાળી હતી અને ત્યારથી તે આઇપીએલ હરાજીનું આયોજન કરી રહ્યો છે. આઇપીએલ 2022ની મેગા હરાજીમાં હ્યુજીસ એડમ્સની તબિયત લથડી હતી, જે પછી ચારૂ શર્માએ જવાબદારી સંભાળી લીધી હતી.

હરાજીના અંતે દરેક ટીમમાં ઓછામાં ઓછા 18 ખેલાડીઓ અને વધુમાં વધુ 25 કેલાડીઓ હોવા જોઇએ. દરેક ટીમમાં વધુમાં વધુ આઠ વિદેશી ખેલાડીઓ રહી શકે.

Download Our B K News Today App



Related News