ટીમ ઈન્ડિયાએ T20 મેચ જીતી, 9 વર્ષ પછી કાંગારુઓને હરાવ્યાં

  • Published By :
  • Published Date : 2022-09-26 13:43:29
  • Views : 250
  • Modified Date : 2022-09-26 13:43:29

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં રાહુલ દ્રવિડને પાછળ રાખીને હવે બીજા નંબરે આવી ગયા છે. મેચ પહેલા વિરાટ કોહલીને રાહુલ દ્રવિડ કરતા આગળ નીકળતા 63 રનની જરૂર હતી. ત્યારે તેણે ત્રીજી મેચમાં 48 બોલમાં 63 રન બનાવ્યા હતા. આ સાથે જે તે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકર પછી બીજા નંબરે આવી ગયા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એક અણગમતો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાની સામે 4 ઓવરમાં 50 રન દઈ દીધા હતા. તે એક વિકેટ પણ લઈ શક્યો નહોતો. અગાઉ તેનો આવો ખરાબ રેકોર્ડ વર્ષ 2016ના T20 વર્લ્ડ કપના વેસ્ટઈન્ડિઝ સામેની સેમિફાઈનલ મેચમાં બન્યો હતો. તેણે ત્યારે 4 ઓવરમાં 1 વિકેટ લઈને 42 રન આપ્યા હતા. ઉલ્લેખનિય છે કે જસપ્રીત બુમરાહ હાલમાં જ ઈજામાંથી બહાર આવ્યો છે. તે એશિયા કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. તે છેલ્લે ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રમ્યો હતો.ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં જીત મેળવીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. ભારત કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતનાર ટીમ બની છે. આ સાથે જ ટીમે આ મામલે પાકિસ્તાનને પછાડી દીધું હતું. પાકિસ્તાને વર્ષ 2018માં 20 મેચ જીતી હતી. જે ભારતે વર્ષ 2022માં એટલે કે આ વર્ષે કુલ 21 મેચ જીતી લીધી છે. આમ ભારત કેલેન્ડર વર્ષમાં T20 મેચ જીતનારી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી સિરીઝ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે 9 વર્ષ પોતાની જ ધરતી ઉપર કાગાંરુઓને T20 સિરીઝમાં હાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયાને 1-0થી સિરીઝમાં પરાજય આપ્યો હતો. આ પછી 2017માં T20 સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. ત્યારબાદ 2019માં ઓસ્ટ્રેલિયાએ 2-0થી સિરીઝ પોતાના નામે કરી હતી.

Download Our B K News Today App



Related News