ટીમ ઈન્ડિયાએ જંગલમાં કરી મસ્તી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 17:35:43
  • Views : 576
  • Modified Date : 2019-06-01 17:35:43

 ભારતીય ટીમે વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ પાંચ જૂને સાઉથ આફ્રિક વિરુદ્ધ રમવાની છે. આ મેચની તૈયારી માટે ટીમ ઈન્ડિયાના ખેલાડી પ્રેક્ટિસની સાથે-સાથે મોજ-મસ્તી પણ કરી રહ્યાં છે. ગુરૂવારે જ્યાં ફીલ્ડ પ્રેક્ટિસ દરમિયાન પણ ફીલ્ડિંગ કોચ આર શ્રીધરે મસ્તીના અંદાજમાં ફીલ્ડિંગની ઘણી ટિપ્સ જણાવી તો શુક્રવારે ખેલાડી પ્રેક્ટિસ કરવા માટે જંગલ પંહોચી ગયા હતા.કેપ્ટન વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓએ અહીં પેંટબોલ ગેમમાં ભાગ લીધો. ખુદ વિરાટે તેની એક તસ્વીર ટ્વીટર પર પોસ્ટ કરી છે, જેમાં તેની સાથે રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, બુમરાહ, કુલદીપ, કાર્તિક, જાડેજા અને દીપક ચહરને જોઈ શકાય છે. વધુ એક ફોટો બીસીસીઆઈએ ટ્વીટ કર્યો છે, જેમાં એમએસ ધોની અને ચહલ ટીમના સાથી ખેલાડીઓ સંગ મસ્તી કરતા દેખાઈ રહ્યાં છે. 

Download Our B K News Today App



Related News