ચેપોક સ્ટેડિયમમાં 22 વર્ષથી નથી હારી ટીમ ઇન્ડિયા, પ્રથમ ટેસ્ટ જીત પણ અહીં જ મળી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 12:17:46
  • Views : 403
  • Modified Date : 2021-01-23 12:17:46

    ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે હરાવ્યા પછી હવે ભારત પોતાના ઘરે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ચાર ટેસ્ટની સીરિઝમાં પ્રથમ બે મેચ ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ એટલે કે ચેપોકમાં રમાશે. આ ગ્રાઉન્ડને ટીમ ઇન્ડિયાનું ગાબા પણ કહી શકાય છે.ચેપોકમાં ભારતીય ટીમ છેલ્લા 22 વર્ષથી એકપણ ટેસ્ટ હારી નથી. ભારતને અહીં છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાને 12 રને માત આપી હતી. તે પછી ટીમ ઇન્ડિયાએ અહીં 8 ટેસ્ટ રમી, તેમાંથી 5 જીતી, જ્યારે 3 મેચ ડ્રો થઈ.

    ભારતીય ક્રિકેટ ટીમે ચેપોક ખાતે જ ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ જીત મેળવી હતી.1952માં, ભારતે ઇંગ્લેન્ડને વિજય હઝારેની કપ્તાની હેઠળ 1 ઇનિંગ્સ અને 8 રનથી હરાવ્યું હતું.પોલી ઉમ્રીગર (130 રન) અને પંકજ રોયે (111 રન) સદી ફટકારી હતી.ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ જીત પણ ચેપોક સ્ટેડિયમ ખાતે જ મેળવી છે.અહીં ભારતીય ટીમે 32માંથી 14 મેચ જીતી છે. 11 ડ્રો થઈ, જ્યારે 6માં હારનો સામનો કરવો પડ્યો.આ સ્ટેડિયમમાં ભારતીય ટેસ્ટ ઇતિહાસની એકમાત્ર ટાઈ મેચ પણ રમવામાં આવી હતી.ભારતે આ ટાઈ મેચ સપ્ટેમ્બર 1986માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.વીનુ માંકડે મેચમાં 12 વિકેટ લીધી હતી. તેમણે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 8 વિકેટ ઝડપી હતી.ચેપોકમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 9 ટેસ્ટ રમાઈ છે.તેમાં ભારતીય ટીમે 6 મેચો જીતી છે, ઇંગ્લેન્ડે 2માં જીત મેળવી છે, જ્યારે 1 મેચ ટાઈ થઈ છે.ભારતીય ટીમે આ મેદાન પર ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણેય મેચ જીતી છે.

વર્ષરિઝલ્ટ
1934ઇંગ્લેન્ડ 202 રને જીત્યું
1952ભારત ઇનિંગ્સ અને 8 રને જીત્યું
1973ભારત 4 વિકેટે જીત્યું
1977ઇંગ્લેન્ડ 200 રને જીત્યું
1982ટેસ્ટ ડ્રો
1985ઇંગ્લેન્ડ 9 વિકેટે જીત્યું
1993ભારત ઇનિંગ્સ અને 22 રને જીત્યું
2008ભારત 6 વિકેટે જીત્યું
2016

ભારત ઇનિંગ્સ અને 75 રને જીત્યું                

ટીમ ઈન્ડિયાએ હોમ ગ્રાઉન્ડ પર સૌથી સફળ રનચેઝ ચેપોક ખાતે જ કર્યો.2008માં, ભારતે ઇંગ્લેન્ડ સામે ચોથી ઇનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 387 રન ચેઝ કર્યા હતા.સચિન તેંડુલકરે 103* અને યુવરાજ સિંહે 85* રન બનાવ્યા હતા.1976માં ભારતે વિદેશી ધરતી પર સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો.ત્યારે ટીમે પોર્ટ ઓફ સ્પેન ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી ઇનિંગ્સમાં ચાર વિકેટે 406 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Download Our B K News Today App



Related News