શ્રીલંકા વિરુદ્ધ જીત માટે ઉતરસે ટીમ ઈન્ડિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-06 16:58:08
  • Views : 271
  • Modified Date : 2022-09-06 17:00:18

ટીમ ઈન્ડિયા હાલ પાકિસ્તાન સામેના હારને ભૂલી શ્રીલંકા સામેની આજે સાંજે રમાનારી મેચ માટે તૈયારી કરી રહી છે. રવિવારે ભારતને સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામે ભારતે ઓછા બોલિંગ વિકલ્પનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ વધુ પડતા પ્રયોગ કરવાથી બચવું પડશે. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ગેરહાજરીમાં ટીમ પાસે વધુ બોલિંગ વિકલ્પ નથી અને આ નબળાઈ પાકિસ્તાન સામેની મેચમાં જોવા મળી હતી. ગત મેચમાં આવેશ ખાન બીમારીને કારણે રમી શક્યો નહોતો. શ્રીલંકા સામે તે રમી શકે છે. આ શ્રીલંકાની ટૂર્નામેન્ટમાં 51મી મેચ રહેશે. તે ટૂર્નામેન્ટમાં 50 કે વધુ મેચ રમનાર એકમાત્ર ટીમ છે

Download Our B K News Today App



Related News