ટીમ ઈન્ડિયાએ મેચમાં વિજય મેળવ્યા બાદ હોટેલ હયાતમાં સેલિબ્રેશન કર્યું, અશ્વિને 400 વિકેટ લેતા કેક કટિંગ કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-26 12:37:48
  • Views : 340
  • Modified Date : 2021-02-26 12:37:48

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી છે. જો કે આ નવા સ્ટેડિયમમાં પહેલી વખત આ મેચ યોજાઈ અને ટપોટપ બંને ટીમની વિકટે પડતી જોવા મળી. આ સ્ટેડિયમની પીચ અંગે લોકો સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ કરી રહ્યાં છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે. તેની સાથે સ્પીન બોલર આર.અશ્વિને આ મેચમાં તેની કારકિર્દીની 400 વિકેટ પોતાના નામે કરી છે. હયાત હોટેલમાં મેચની જીત અને અશ્વિનની 400 વિકેટની ખુશીમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

    આ ઉજવણીમાં 400ના ટેગ સાથેની કેક તૈયાર કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયા મેચ જીતીને જ્યારે હોટેલમાં આવી ત્યારે હોટેલ હયાત રેજન્સીના સ્ટાફ દ્રારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે અશ્વિને તેની 400 વિકેટ અને ટીમ ઇન્ડિયાની જીતનું સેલિબ્રેશન કેક કાપીને કર્યું હતું. જેમાં તમામ ટીમ મેમ્બર અને કોચ સહિત તમામ લોકોએ અશ્વિન અશ્વિનના નારા લગાવીને તેનું અભિવાદન કર્યું હતું સાથે તમામ ટિમ ઇન્ડિયાના મેમ્બરે અશ્વિનને કેક ખવરાવી હતી. તેમાં ચેતેશ્વર પુજારા અને અક્ષર પટેલે અશ્વિનના ફેસ પર પણ કેક લગાવી ને સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશન બાદ અશ્વિન ,વોશિંગ્ટન સુંદર અને હરિપ્રસાદ મોહન હોટેલમાં ગીત ગાતા પણ જોવા મળ્યા હતા. જેમાં અશ્વિન ગીત ગાતા ડાન્સ કરતો પણ નજરે પડ્યો હતો.

    અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટે પરાજય આપ્યો છે. કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ખરેખર કમાલ કરી છે. આમ કહી શકાય કે નામ ઈન્ડિયાના 'કેપ્ટન'નું અને કામ ઈન્ડિયન કેપ્ટનનું. 49 રનના ટાર્ગેટને ભારતે વિના વિકેટે ચેઝ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં 112 રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારતે પ્રથમ ઈનિંગમાં 145 રન બનાવ્યા હતા અને બીજી ઈનિગમાં વિના વિકેટે 49 રન બનાવ્યા હતા.

    આ મેચમાં અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી. અશ્વિને આ મેચમાં 7 વિકેટ ઝડપીને કેરિયરની 400 વિકેટ પૂરી કરી છે. 144 વર્ષમાં 22મી વાર એવું બન્યું કે મેચનું પરિણામ બે દિવસમાં આવ્યું હોય. આ ટેસ્ટના બે દિવસમાં બન્ને ટીમ મળીને 30 વિકેટો પડી હતી.આ પહેલા ભારતે 2018માં અફઘાનિસ્તાનને બેંગલુરુ ટેસ્ટમાં બે દિવસમાં હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડની આ 12 ટેસ્ટ હતી જે બે દિવસમાં પૂરી થઈ હોય. અક્ષર પટે પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.

* અશ્વિને અમદાવાદમાં 400 વિકેટ ઝડપનાર બોલર્સની યાદીમાં બીજો ખેલાડી બન્યો છે
2012 : સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ભારતીય બોલર
2021 : સૌથી ઝડપી 400 વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં બીજો

Download Our B K News Today App



Related News