નવા નિયમોથી રમાશે T20 વર્લ્ડ કપ

  • Published By :
  • Published Date : 2022-09-21 15:09:26
  • Views : 301
  • Modified Date : 2022-09-21 15:09:26

1. બેટર ટાઈમ આઉટ
કોઈપણ બેટરના આઉટ થયા પછી નવા બેટરના ક્રિઝમાં આવવાનો સમય ઓછો કરી દેવામાં આવ્યો છે. હવે ટેસ્ટ અને વન-ડેમાં 2 મિનિટની અંદર સ્ટ્રાઈક ઉપર આવવાનું રહેશે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 90 સેકેન્ડ્સની ટાઈમ લિમિટ રાખવામાં આવી છે. જો નવો બેટર ટાઈમ ઉપર ના આવી શક્યો, તો ફિલ્ડિંગ ટીમના કેપ્ટન ટાઈમ આઉટની અપીલ કરી શકે છે.સૌથી પહેલા 1919માં ટાઈમ આઉટ પ્રમાણે આઉટ દેવામાં આવ્યો હતો. ટાઉનટંસ કાઉન્ટી ગ્રાઉન્ડમાં હેરાલ્ડ હેગેટ આ નિયમ પ્રમાણે આઉટ થનારો પહેલો બેટર બન્યો હતો. જોકે આ નિયમનો 1980માં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે બેટરને 2 મિનિટનો સમય મળતો હતો. પછી 2000માં આને 3 મિનિટ કરી દેવામાં આવ્યો હતો.

2. બોલ રમવાનો અધિકાર

જો કોઈ બેટરને બોલ સુધી પહોંચવા માટે પીચની બહાર જવું પડે, તો અંપાયર કોલ આપી શકે છે કે તે ડેડ બોલ આપે. જો કોઈ બોલ બેટરને પીચની બહાર આવવું પડે છે, તો અંપાયર તેને નો બોલ આપી શકે છે.

3. ફિલ્ડર અથવા બોલરનો ખરાબ વ્યવહાર

બોલિંગની દરમિયાન જો કોઈ બોલર ખરાબ વ્યવહાર કરે છે અથવા તો જાણી જોઈને ખોટા પ્રકારની મુવમેન્ટ કરે છે, તો અંપાયર એક્શન લઈ શકે છે. તેઓ બેટિંગ ટીમના ખાતામાં 5 રન આપી શકે છે. તેને ડેડ બોલ પણ આપી શકે છે.

4. માંકડિંગ ખતમ, હવે રનઆઉટ તરીકે ગણાશે

માંકડિંગને અમાન્ય કરી દેવામાં આવ્યુ છે. હવે તેને રનઆઉટની કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યુ છે.

5. બોલની પહેલા સ્ટ્રાઈક ઉપર રહેલા બેટરની સામે થ્રો

​​​​​​​જો કોઈ બોલર બોલ ફેંકવા માટે રનઅપ લે છે અને બોલ ફેંકવા માટે બેટર ક્રિઝથી આગળ આવી ગયો છે, તો ત્યારે બોલર આઉટ કરવાના ઈરાદે સ્ટ્રાઈકરની સામે થ્રો કરે છે, તો તે બોલને ડેડ ગણવામાં આવશે.

Download Our B K News Today App



Related News