T-20 વિશ્વ કપ 2020 માટે 16 ટીમ નક્કી થઈ, ભારત તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 15:39:07
  • Views : 506
  • Modified Date : 2019-11-03 15:39:07

ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષ યોજનાર T-20 વર્લ્ડ કપ માટે 16 ટીમ નક્કી થઈ ગઈ છે. ટુર્નામેન્ટ માટે આયર્લેન્ડ, નામીબિયા,નેધર્લેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની તથા સ્કોર્ટલેન્ડે ક્વોલિફાઈ કરી લીધેલ છે. આ તમામ ટીમ શ્રીલંકા-બાંગ્લાદેશ સાથે બે ગ્રુપમાં પ્રથમ રાઉન્ડની મેચ રમશે. આ પૈકી મોખરાની ચાર ટીમ સુપર-12માં પહોંચશે. આ ટૂર્નામેન્ટ આગામી વર્ષ 18 ઓક્ટોબરથી 15મી નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે. તેમા ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે 20મી ઓક્ટોબરના રોજ પર્થમાં યોજાશે.

ગ્રુપ-Aગ્રુપ-B
શ્રીલંકાબાંગ્લાદેશ
પાપુઆ ન્યુ ગિલીનેધર્લેન્ડ
આયર્લેન્ડનામિબીયા
ઓમાનસ્કોટલેન્ડ

પ્રથમ રાઉન્ડ માટે ગ્રુપ-એ માં શ્રીલંકા સાથે પાપુઆ ન્યૂ ગિની, આયર્લેન્ડ અને ઓમાન રહેશે. આ તમામ મેચ 18મી થી 22મી ઓક્ટોબર સુધી જિલોંગ શહેરમાં યોજાશે. નેધર્લેન્ડ, નામીબિયા અને સ્કોટલેન્ડને બાંગ્લાદેશ સાથે ગ્રુપ-બી માં રાખવામાં આવેલ છે. નેધર્લેન્ડ, નામીબિયા અને સ્કોટલેન્ડને બાંગ્લાદેશ સાથે ગ્રુપ-બીમાં રાખવામાં આવેલ છે. આ તમામ મેચ 19મીથી 23મી ઓક્ટોબર, 2020 સુધી હોબાર્ટમાં રમાશે. ટૂર્નામેન્ટનો પ્રારંભ શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચે કાર્દિનિયા પાર્ક સ્ટેડિયમમાં રમાનાર મેચથી થશે.ભારત અને પાકિસ્તાન અલગ-અલગ ગ્રુપમાં પ્રથમ તબક્કા બાદ ગ્રુપ-A ની મોખરાની ટીમ અને ગ્રુપ-B ની બીજા ક્રમની ટીમ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ તથા વેસ્ટઈન્ડિઝ સાથે ગ્રુ-1 માં સામેલ હશે. જ્યારે ગ્રુપ-B ની મોખરાની ટીમ અને ગ્રુપ-A ની બીજા નંબરની ટીમ ભારત, ઈગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા અફઘાનિસ્તાન સાથે ગ્રુપ-2 માં રહેશે. આ તમામ વચ્ચે સુપર-12 મેચ યોજાશે. બન્ને ગ્રુપની મોખરાની બે-બે ટીમ સેમીફાઈનલમાં રમશે. ટુર્નામેન્ટની ફાઈનલ 15મી નવેમ્બર, 2020 રોજ મેલબોર્નમાં રમાશે. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે સિડનીમાં 24મી ઓક્ટોબર, 2020 રોજ રમશે.

ગ્રુપ-1ગ્રુપ-2
ઓસ્ટ્રેલિયાભારત
પાકિસ્તાનઈગ્લેન્ડ
ન્યુઝીલેન્ડદક્ષિણ આફ્રિકા
વેસ્ટઈન્ડિઝઅફઘાનિસ્તાન

પ્રથમ રાઉન્ડ બાદ ગ્રુપ-A ની મોખરાની ટીમ

અને ગ્રુપ-B ની બીજા નંબરની ટીમ

ગ્રુપ-B ની મોખરાની ટીમ

અને ગ્રુપ-A ની બીજા નંબરની ટીમ

Download Our B K News Today App



Related News