સૂર્યકુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણા ને પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પણ ટીમમાં સ્થાન મેળવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 14:16:36
  • Views : 410
  • Modified Date : 2021-03-19 14:17:43

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે શુક્રવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ટી-20 માં ડેબ્યૂ કરનાર સૂર્યકુમાર યાદવને વનડે ટીમમાં પણ તક આપવામાં આવી છે. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને ઝડપી બોલર કૃષ્ણાને પ્રથમ વખત વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજને પણ 18 સભ્યોની ટીમમાં તક આપવામાં આવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વાચે 3 મેચની વન-ડે સિરીઝ 23 માર્ચથી પુણેમાં રમાવાની છે.

    વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર.

Download Our B K News Today App



Related News