IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં નહીં રમે સુરેશ રાયના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-06 17:11:50
  • Views : 244
  • Modified Date : 2022-09-06 17:13:25

હવે રૈનાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, એટલે કે તે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં પણ નહીં રમે. રૈનાએ ટ્વીટ કર્યું છે કે - દેશ અને મારા રાજ્ય ઉત્તરપ્રદેશ માટે રમવું મારા માટે સન્માનની વાત છે. ટ્વીટમાં તેણે બીસીસીઆઈ, યુપી ક્રિકેટ એસોસિયેશન, તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સનો આભાર માન્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રૈના IPLઅને વિદેશી લીગમાં રમી રહ્યો હતો. પરંતુ તેને 2022 IPLમાં ચેન્નઈ સહિત કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવ્યો નહોતો. જોકે એવું માનવામાં આવતું હતું કે રૈના 2022ની IPLમાં વાપસી કરી શકે છે, પરંતુ એવું થયું નહીં. રૈનાએ 2021ની સીઝન અધવચ્ચે જ છોડી દીધી હતી. તેણે તેની છેલ્લી આઈપીએલ મેચ આ જ સીઝનમાં રમી હતી..

Download Our B K News Today App



Related News