IPLનો એકલો સુપર કેપ્ટન છે મહેન્દ્રસિંહ ધોની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 07:15:23
  • Views : 586
  • Modified Date : 2019-04-19 07:15:23

મહેન્દ્રસિંહ ધોની આઈીપીએલનો એકલો સુપર કેપ્ટન છે. સુપર કેપ્ટનનો મતલબ એ છે કે કેપ્ટનના રુપમાં તેની ખાસિયત બીજા કેપ્ટનો કરતા ઘણી આગળ છે. જેટલી વખત તેણે ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમને આઈપીએલના પ્લેઓફ અને ફાઇનલમાં પહોંચાડી છે તે એક રેકોર્ડ જ છે. આ વખતે લોકો તેની ટીમને ઘરડી ટીમ ગણાવી રહ્યા છે. જોકે તેની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે અને આ સિઝનમાં 9 મેચમાંથી 7 મેચ જીતી ચૂકી છે. જેમાં એક મેચ તેની ટીમ ત્યારે હારી જ્યારે તે ઈજાના કારણે રમી શક્યો ન હતો.ધોની સફળ અને થિંકર કેપ્ટનના રુપમાં તે બીજા કરતા ઘણો આગળ છે. તેની કેપ્ટનશિપમાં જે ખાસ વાત એ છે કે તે એકદમ કૂલ છે. ખેલાડીઓ સાથે ભાગ્યે જ ખરાબ રીતે વર્તુણક કરે છે. ધોનીની ખાસિયતો,જેણે તેને સુપર કેપ્ટન બનાવી દીધો છે.વિકેટ પાછળ રહેવું વરદાન બની ગયું - એક વિકેટકીપર હોવું તેના માટે વરદાન બની ગયું છે. આ જ કારણ કે સુપર કેપ્ટન બની ગયો છે. કારણ કે આ તે પોઝિશન છે જ્યાંથી બોલર્સને ઉપયોગી ટિપ્સ આપવાની કે ખાસ રણનીતિથી બોલિંગ કરવાની વાત કહેવાની સ્થિતિમાં હોય છે. આ આઈપીએલની ટીમોમાં તે એકલો કેપ્ટન છે. જે વિકેટકીપર છે, જેનો ફાયદો તેની મળી રહ્યો છે.જોરદાર ફિનિશર - આજની તારીખમાં વર્લ્ડ ક્રિકેટમાં જો શાનદાર ફિનિશર બેટ્સમેનનું નામ લેવાય તો તેમાં ધોનીનું નામ પ્રથમ સ્થાને આવે. મેચ જેટલી મુશ્કેલ હોય બેટ્સમેનના રુપમાં તે તેટલો જ શાનદાર ફિનિશિંગ કરે છે. તે સ્લોગ ઓવર્સમાં એવા શોટ ફટકારે છે જેનાથી વિરોધી પણ દંગ રહી જાય છે.

Download Our B K News Today App



Related News