સુનીલ ગાવસ્કરની માતાએ દુનિયાને અલવિદા કર્યુ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-27 18:15:38
  • Views : 467
  • Modified Date : 2022-12-27 18:17:39

સુનીલ ગાવસ્કરની માતા મીનળદેવીનું 83 વર્ષની વયે નિધન થયું છે. મીનલ ગાવસ્કર લાંબા સમયથી બિમાર હતા. આ આઇપીએલ દરમ્યાન મીનલ ગાવસ્કરની તબિયત લથડી હતી, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પુત્રની કારકિર્દી ઘડવામાં મીનળદેવીની મહત્વની ભૂમિકા હતી. જોકે, સુનિલ ગાવસ્કર બાંગ્લાદેશના પ્રવાસે હોવાથી આખરી ઘડીએ તેમની માતા સાથે નહતા અને તેઓ કોમેન્ટ્રીની જવાબદારી સંભાળતા હતા.

મીનળ ગાવસ્કર ભારતના ભુતપુર્વ વિકેટકીપર માધવ મંત્રીની બહેન હતા. તેમને ત્રણ બાળકો સુનીલ ગાવસ્કર, નુતન અને કવિતા હતા. મીનળ ગાવસ્કર છેલ્લા એક વર્ષથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા.

2022ની આઇપીએલ દરમ્યાન તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સુનીલ ગાવસ્કર આઇપીએલની કોમેન્ટ્રી કરતા હતા. આવી સ્થિતિમાં તેને તેમની બિમાર માતાને જોવા માટે બાયો બબલ છોડી દીધું હતું. ગાવસ્કર આ કારણે આઇપીએલ 2022ની પ્લેઓફ મેચોમાં કોમેન્ટ્રી આપી શક્યા નહતા

Download Our B K News Today App



Related News